AHAVADANGGUJARAT

Dang: વયસ્ક મતદાતાઓના ઘર આંગણે પહોંચ્યું ડાંગનું જિલ્લા ચૂંટણી તંત્ર

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

લોકશાહીના પર્વમાં દિવ્યાંગ-વૃદ્ધ મતદારો પણ પોતાની ભાગીદારી નોંધાવી શકે તેવા ઉમદા આશય સાથે ચૂંટણી પંચ દ્વારા “No Voters left behind”ની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ત્યારે ૨૬-વલસાડ (S.T) સંસદીય મત વિભાગમાં સમાવિષ્ટ, ૧૭૩-ડાંગ (S.T) વિધાનસભા મત વિસ્તારના વરિષ્ઠ અને શારીરિક રીતે અશક્ત મતદાતાઓ માટે, ગત તારીખ ૨૬ એપ્રિલના રોજ, પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી જ મતદાન કરવાની પ્રકિયા હાથ ધરવામાં આવી હતી.

ગત વિધાનસભાની ચૂંટણીથી દિવ્યાંગો અને ૮૫ વર્ષ કરતા વધુ વયના નાગરિકોને, ઘર બેઠા મતદાન કરવાની સુવિધા ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવી રહી છે. વખતો વખતની ચૂંટણીમાં કમિશનના ધ્યાને આવ્યું હતું કે, આવા અશક્ત અને વયસ્ક મતદારો, તેમની શારીરિક અક્ષમતાના કારણે મતદાન પ્રક્રિયામાંથી બાકાત રહી જાય છે. તેના પગલે હવે આ શ્રેણીના મતદારો માટે જરૂરી પ્રક્રિયાને અનુસરી, તેઓને ઘરબેઠા મતદાન કરવાની સુવિધા આપવામાં આવી છે. જેથી આવા મતદારોને બુથ ઉપર જઈ મતદાન કરવાની અગવડતામાંથી મુક્તિ મળી છે.

ડાંગ જિલ્લાના મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલિયાના માર્ગદર્શન હેઠળ, જિલ્લામાં નોંધાયેલા મતદારોના ઘરે કુલ ૧૦ જેટલી પોલિંગ ટીમોએ ઘરે ઘરે જઈ, દિવ્યાંગો અને વયસ્ક મતદારો માટે મત કુટિર ઊભી કરી, સંપૂર્ણ ગુપ્તતા જળવાઇ રહે તે રીતે મતદાન કરાવ્યુ હતું

*બોક્સ*
*શું છે હોમ વોટીંગની પ્રક્રિયા ?*

હોમ વોટિગ માટે ફોર્મ ૧૨-ડી ભરવાનું હોય છે. જેના માટે બી.એલ.ઓ દ્વારા વયસ્કો અને દિવ્યાંગ મતદારોનો સંપર્ક કરવામાં આવે છે. ત્યાર બાદ ચૂંટણી પંચ તરફથી વયસ્કો અને દિવ્યાંગ મતદારોને ઘરે રહીને, મતાધિકારનો ઉપયોગ કરવાની મંજૂરી મળે છે.

પોસ્ટલ બેલેટ પર ઉમેદવારના નામ અને ફોટાવાળા લિસ્ટમાં જેને મત આપવાનો છે, તેની સામે મતદાનની ગુપ્તતા જળવાય તે રીતે મતદાન કુટિરની અંદર સ્ટેમ્પ લગાવે છે. પછી આ પત્રક વાળીને ઝોનલ અધિકારીને સુપરત કરે છે. જેમના દ્વારા મતદાતાના મતને કવરમાં સીલ કરવામાં આવે છે. આ સીલ કરેલું કવર એ.આર.ઓ.ને આપવામાં આવે છે અને આગળની પ્રક્રિયા માટે મોકલવામાં આવે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!