NATIONAL

બાળકની ફી ભરવા માતાએ બસના ટાયર નીચે લગાવી મોતની છલાંગ

તમિલનાડુના સલેમ જિલ્લાનો એક વીડિયો વાયરલ થઇ રહયો છે જેમાં એક માતાએ પોતાના સંતાનની સ્કૂલ ફી ભરવા માટે મોતને વ્હાલુ કર્યુ હતું. માતાને કોઇએ માહિતી આપી હતી કે અકસ્માતમાં મોત થયા પછી તેના વારસદારને ૪૫૦૦૦ રુપિયા મળે છે. આર્થિક સ્થિતિ તંગ હોવાથી છેવટે આ પગલું ભર્યુ હતું. આ મહિલા સલેમ જિલ્લા કલેકટર ઓફિસમાં સફાઇ કામદાર તરીકે કામ કરતી હતી.

પોલીસ તપાસમાં આ ચકચારી ઘટનાનો ખુલાસો થતા લોકો સોશિયલ મીડિયામાં આકરી પ્રતિક્રિયા આપી રહયા છે. માતા પોતાના સંતાનના સુખ માટે કઇ હદે જઇ શકે છે તે વિચારવા જેવું છે. જો કે અકસ્માતમાં મરવાથી સરકાર આર્થિક મદદ કરે એવી ખોટી માહિતી આપનારા માટે ફિટકાર વરસાવી  રહયા છે. કારણ કે મહિલાનો જીવ ત્યાગ કરવાનો એક માત્ર હેતું પોતાના સંતાનની ફી ભરવાનો હતો. વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક મહિલા સડક પરથી પસાર થઇ રહી છે. તેની સામે ટ્રાફિકની અવર જવર ચાલું છે.

આ દરમિયાન જ મહિલા સામે આવે છે અને બસની ઝડપથી આવી રહેલી બસ તરફ દોડે છે. બસ પાસે મહિલાને જોરથી ધકકો લાગે છે અને પડી જાય છે. અચાનક જ બસની ગતિ અટકી જાય છે. બસના મુસાફરો એક પછી એક બહાર નિકળવા લાગે છે. મહિલાને બચાવવા પ્રયાસ થાય છે પરંતુ બચાવી શકતા નથી. વીડિયોના અંતમાં કેટલાક લોકો મહિલાને ઉઠાવવાની કોશિષ કરે છે ત્યાર પછી વીડિયો પુરો થાય છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!