NATIONAL

EVMને સુપ્રીમ ક્લીન ચિટ… VVPAT વેરિફિકેશન માટેની તમામ અરજીઓ પણ ફગાવી દેવામાં આવી

સુપ્રીમ કોર્ટે EVM-VVPAT ને મેચ કરવાની માગ કરતી અરજીઓ પર મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ મામલે સુપ્રીમકોર્ટે તમામ અરજીઓ ફગાવતાં કહ્યું કે આવું કરવાની કોઈ જરૂર જ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મતદાન બાદ 45 દિવસ સુધી ઈવીએમ સુરક્ષિત રખાશે.

સુપ્રીમ કોર્ટે આજે વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT)ની સાતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)માં પડેલા વોટોની 100 ટકા વેરિફિકેશનની માગણી કરતી પર અરજી પર મોટો ચુકાદો આપ્યો હતો. કોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી છે અને સૂચવ્યું હતું કે ચૂંટણી પંચે ભવિષ્યમાં VVPAT સ્લિપમાં બાર કોડ પર પણ વિચાર કરવો જોઈએ. આ સાથે બેલેટ પેપરથી મતદાન કરાવવાની માગ પણ ફગાવી દેવામાં આવી હતી. સુપ્રીમકોર્ટે તેના ચુકાદામાં વધુમાં કહ્યું કે ચૂંટણીના પરિણામ આવી ગયાના 7 દિવસ સુધીમાં ઉમેદવારો તપાસની માગ કરી શકશે અને તેના માટે જે કંઈ ખર્ચ આવશે તો તે ઉમેદવારે ભોગવવાનો રહેશે. આ સાથે સુપ્રીમકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે વીવીપેટની તમામ સ્લિપ સાથે ઈવીએમને મેચ નહીં કરવામાં આવે.

અગાઉ આ કેસમાં જજ સંજીવ ખન્ના (Justice Sanjeev Khanna)એ ચૂંટણી પંચને સવાલો કરતા પૂછ્યું હતું કે, ‘માઈક્રો કંટ્રોલર કંટ્રોલ યુનિટમાં હોય છે કે પછી VVPATમાં, માઈક્રો કંટ્રોલર વન ટાઈમ પ્રોગ્રામેબલ એટલે કે એક જ વખત પ્રોગ્રામ કરી શકાય છે કે ફરીથી પણ પ્રોગ્રામ કરી શકાય છે, તમારી પાસે કેટલા સિમ્બોલ લોડિંગ યુનિટ છે, તમે ડેટાને 30 દિવસ સુરક્ષિત રાખો છે કે 45 દિવસ અને તમામ ઈવીએમના ત્રણેય યુનિટની સીલિંગ એકસાથે કરવામાં આવે છે કે પછી કંટ્રોલ યુનિટ અને VVPATને અલગ રાખવામાં આવે છે?’

ચૂંટણી પંચે અગાઉની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે દરેક EVM સાથે VVPAT મેચ કરવું શક્ય નથી. પંચે કહ્યું કે પહેલાથી જ એવો નિયમ છે કે VVPAT ને કોઈપણ 5 ટકા EVM સાથે મેચ કરી શકાય છે. આવી સ્થિતિમાં, આ એક ખૂબ જ નક્કર નિયમ છે અને કોઈપણ પ્રકારની શંકા દૂર કરે છે. ચૂંટણી પંચે એ પણ ખુલાસો કર્યો કે આજ સુધી કોઈ ઈવીએમ હેક થયું નથી. આવી સ્થિતિમાં તેના પર સવાલ ઉઠાવવા ટેક્નિકલ દૃષ્ટિકોણથી યોગ્ય નથી.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટમાં કેટલાક સંગઠનોએ EVMમાં પડેલા વોટોની VVPATના સ્લિપ સાથે 100 ટકા વેરિફઇકેશની માંગ કરતી અરજી કરી હતી. અગાઉની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ બેંચમાં જસ્ટિસ દીપાંકર દત્તા પણ સામેલ હતા. આ પહેલા બુધવારે, કોર્ટે ભારતના ચૂંટણી પંચના એક અધિકારીને EVMની કામગીરી સાથે સંબંધિત કેટલાક ટેકનિકલ પાસાઓની સ્પષ્ટતા કરવા માટે બોલાવ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!