GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મુક્ત, ન્યાયી, પારદર્શી વાતાવરણમાં મતદાન યોજવા ચૂંટણીતંત્ર સજ્જ

તા.૬/૫/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

જિલ્લાના ૧૧૨૦ મતદાન મથકો પર લાઈવ વેબ કાસ્ટીંગથી વોચ રખાશે – સમાચારો, સી-વીજીલની ફરિયાદો પર ખાસ વોચ રાખવા વિશેષ સ્ટાફ મુકાયો

Rajkot: લોકસભાની ચૂંટણી માટે ૭મી મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે ૧૦-રાજકોટ સંસદીય મત વિસ્તારમાં મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં મતદાન યોજવા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં ચૂંટણી તંત્ર સજ્જ છે.

જે અંતર્ગત, એમ.સી.એમ.સી. કન્ટ્રોલ રૂમ ખાતે ટીવી પર પ્રસારિત થતા સમાચારો પર સઘન વોચ રખાઈ રહી છે. તો સી-વિજીલ તેમજ ૧૯૫૦ હેલ્પલાઈન પર આદર્શ આચાર સંહિતા ભંગની બાબતો પર નજર રાખવા રૂટિન સ્ટાફ સાથે ખાસ ૧૬ અધિકારી, કર્મચારીની ટીમ નિયુક્ત કરવામાં આવી છે.

ઉપરાંત મતદાન સમયે સ્થિતિ પર ચાંપતી નજર રાખી શકાય તે માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે ખાસ લાઈવ મોનીટરીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં પૂરક મતદાન મથક સહિત કુલ ૨૦૩૬ મતદાન મથકો પર મતદાન થનાર છે ત્યારે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ કુલ મતદાન મથકોના ઓછામાં ઓછા ૫૦ ટકા મતદાન મથકો ઉપર લાઈવ વેબકાસ્ટિંગ એટલે કે મતદાન મથક પર સીસીટીવી કેમેરા દ્વારા સતત વોચ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે મુજબ રાજકોટ જિલ્લામાં ૧૧૨૦ મતદાન મથકોના લાઈવ વેબ કાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત ચૂંટણી શાખામાં વિવિધ દ્વારા છેલ્લી ઘડીની તૈયારીઓ સંપન્ન કરવામાં આવી હતી. ઉપરાંત મત વિસ્તારમાં કુલ મળીને સાત ઈ.વી.એમ. રિસિવિંગ – ડિસ્પેચિંગ સેન્ટર પરથી સવારે ઈ.વી.એમ.ની ફાળવણી પોલિંગ બૂથને કરવામાં આવી હતી. તેમજ આ સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!