KALOL(Panchamahal)PANCHMAHAL

સસરા એ પુત્રવધૂને ઘર માંથી નીકળી જવા ની ધમકી આપતા પીડિત મહિલાએ ૧૮૧ ની મદદ માગી

તારીખ ૧૫/૦૩/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના એક ગામમા મહિલાનો કોલ આવેલ તેમાં જણાવે છે મને મારા સસરા હેરાનગતિ કરે છે છેલ્લા પાંચ વર્ષથી સહન કરતી આવી છું. દરોજ નાની નાની બાબતે ઝઘડો કરે છે અને અપશબ્દ બોલે છે પરંતુ હવે નીકળી જવાની ધમકી આપે છે જેમાં મારો પતિ મારી જોડે નહીં રહેતા બહાર મજુર કરવા ગયા છે અને અહીં હું ઘરમાં એકલી રહું છું તેમજ કપડા સીવવાનું કામ કરું છું અને હું પણ મારી પગભર છું તેમજ હું અલગ રહું છું પણ મારા સસરા ખેતર બાબતે તેમજ લાઈટ બિલ ભરવાની બાબતે ઝઘડાઓ કરે છે અને અપશબ્દ બોલે છે જેેથી સસરા ને સમજવા ૧૮૧ની મદદ માગી હતી ત્યારે બાદ ૧૮૧ ટીમ હાલોલ ઘટના સ્થળ પર પહોંચી સમગ્ર ઘટના જાણી અને સસરાનું કાઉન્સિલિંગ કરી કાયદાકીય માહિતી આપી તેમજ સસરા એ પોતાની ભૂલ કબૂલ કરી હવે પછી મારી વહુ ને ક્યારે હેરાન નહીં કરું આમ બાહેધરી આપી અને૧૮૧ ટીમ અસરકારક કાઉન્સિલિંગ કરી સમજાવટ કરી સુખદ સમાધાન કરાવ્યું.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!