BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચમાં વહીવટીતંત્રે આપતકાલીન પરિસ્થિતિઓનો AI ટેક્નોલોજીની મદદથી સામનો કરશે.

ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા Artificial intelligence આધારિત ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે. આ ટેક્નોલોજી ઔદ્યોગિક અકસ્માત અને રાજ્યની સૌથી મોટી નદી નર્મદામાં જળસ્તરના વધારા સમયે તંત્ર અને સ્થાનિકોને એલર્ટ કરી જરૂરી પગલાં ભરવા નિર્દેશ આપશે. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે આ ટેક્નોલોજી દેશની કોઈ દિગ્ગ્જ IT કંપનીઓ દ્વારા નહીં પરંતુ સ્ટાર્ટઅપને તક અને પ્રોત્સાહન આપવાનો પણ પ્રયાસ છે જેમાં મહદંશે સફળતા પણ મળી છે.

વર્ષો પૂર્વે ભરૂચના કોટ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક વિક્ટોરિયા ટાવર ઉપર લગાડવામાં આવેલ સાયરન ભરૂચમાં સંભવિત હુમલા અને નર્મદાના પૂર વિશે લોકોને સાવચેત રાખતું હતું. વર્ષ 2001 ના ભૂકંપમાં આ ટાવર ધરાશાયી થવા સાથે વોર્નિંગ સિસ્ટમ પણ નાશ પામી હતી. આ બાદ ટેક્નોલોજીની મદદથી SMS , સોસીયલ મીડિયા અને સરકારી વાહનો દ્વારા એનાઉન્સમેન્ટની મદદથી લોકોને સાવચેત રાખવાનો પ્રયાસ કરતો હતો. ભરૂચ જિલ્લા કલેકટરે આ મેન્યુઅલ સિસ્ટમ દૂર કરી ટેક્નોલોજી સાથે કદમ મિલાવી Artificial intelligence આધારિત ટેક્નોલોજી ડેવલોપ કરાવી છે. આ સિસ્ટમ આપતકાલીન પરિસ્થિતિઓનો સામનો કરવામાં સરકારી તંત્રને મજબૂત બનાવશે

બોક્ષ – ૧

આ સિસ્ટમ અંતર્ગત ભરૂચ નજીક નર્મદા નદીના કિનારે અને નર્મદા નદીમાં વોટર લેવલ સેન્સર અને સાયરનનું નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે. આ સેન્સર નર્મદાનું જળસ્તર વધશે ત્યારે એપ્લિકેશન અધિકારીઓને એલર્ટ કરશે. અધિકારીઓ જળસ્તરની સ્થિતિના આધારે જોખમનો અંદાજ લગાવી એક્શન પ્લાન ફોલો કરશે : તુષાર સુમારે – કલેકટર, ભરૂચ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!