NANDODNARMADA

નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં જિલ્લા તકેદારી સમિતિની ત્રિ-માસિક બેઠક મળી

નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં જિલ્લા તકેદારી સમિતિની ત્રિ-માસિક બેઠક મળી

 

અત્યાચારનો ભોગ બનેલ આદિજાતિ લોકોને મદદ મળે પોલીસ દ્વારા ચાર્જસીટ ઝડપથી ફાઈલ થાય અને ભોગ બનનારને નિયમાનુસાર વળતર ચૂકવવા મદદનીશ કમિશ્નર રાજપીપલાને તાકિદ કરતા જિલ્લા કલેક્ટર

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે સવારે ૧૧-૦૦ કલાકે સભાખંડમાં જિલ્લા તકેદારી સમિતિની ત્રિ-માસિક બેઠક મળી હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી અને સરકારી અને બિન સરકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

આ બેઠકમાં અનુસૂચિત જન જાતિ અત્યાચાર નિવારણ ધારો ૧૯૮૯ હેઠળ માર્ચ ૨૦૨૩ અંતિત દરમ્યાન કુલ-૨ બનાવો બનેલ છે. માહે એપ્રિલ-૨૦૨૩ થી જૂન-૨૦૨૩ અંતિત કુલ ૪ બનાવો બનેલ છે. જેની જિલ્લા કલેક્ટર દ્વારા સમીક્ષા કરાઇ હતી. તેમજ જિલ્લામાં તાલુકાઓમાં પોલીસ રક્ષણ મેળવવા માટે કોઈ અનુ જન જાતિ દ્વારા માંગણી કરેલ નથી. માહે જૂલાઈથી ડિસેમ્બર ૨૦૨૩ અંતિત કોર્ટમાં પડતર કેસોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં કુલ ૩૧ કોર્ટ કેસ પેન્ડીંગ છે. જેમાં છ માસ સુધીના ૨ કેસ, એક વર્ષ સુધીના ૧૦ કેસ, બે વર્ષ ઉપરના ૧૪ કેસ અને ત્રણ વર્ષ સુધીના ૫ કેસો છે. જેમાં હવે માત્ર બે કેસ બાકી છે. આમ એકટ્રોસીટી અને અત્યાચારના જિલ્લાના કેસોની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરએ જણાવ્યું કે આદિજાતિ લોકો અત્યાચારનો ભોગ બને તો તે વ્યક્તિઓને પોલીસ ચાર્જસીટ ઝડપથી ફાઈલ થાય અને ભોગ બનનારને જરૂરી ન્યાય મળે વળતર મળે તે દિશામાં ઉચિત કદમ ઉઠાવવા જણાવ્યું હતું. અને કચેરી દ્વારા ફંડના અભાવે કેસો પેન્ડીંગ ન રહેવા જોઈએ પેન્ડીંગ કેસોની અલગ યાદી બનાવી સબંધિત વિભાગને જાણ કરી ઝડપી નિકાલ કરવા જણાવ્યું હતું.

નર્મદા જિલ્લામાં માહે જૂન ૨૦૨૩ અંતિત પેન્ડીંગ કેસો ૨૭ છે. જેમાં પુરાવા ઉપર પેન્ડીંગ – ૧૭, જજમેન્ટ ઉપર-૩, ફરધર સ્ટેટમેન્ટ-૨, પ્રોસેસ ટૂ એક્યુઝ -૨, ચાર્જફ્રેમ-૧, તથા ફાઈનલ આર્ગ્યુમેન્ટ ઉપર-૨ કેસ બાકી છે તેમ બેઠકમાં જિલ્લા સરકારી વકીલ અને પબ્લીક પ્રોસીક્યુટરએ જણાવયું હતું.

 

 

આ બેઠક બાદ જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં અનુ સૂચિત જાતિ સબ પ્લાન યોજના ત્રિ-માસિક બેઠક યોજાઈ હતી. તેમજ ગુજરાત સફાઈ કામદાર અંગેની બેઠક પણ મળી હતી. જેમાં કામદારોના રક્ષણ અને સલામતિ અંગેની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. અને બિન સરકારી સભ્યો પદાધિકારી દ્વારા રચનાત્મક સૂચનો કર્યા હતા. અને તે અંગે જિલ્લા કલેક્ટરએ હકારાત્મક કાર્યવાહી કરવા સબંધિત વિભાગને જણાવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!