BHARUCH

નાડા દેવજગન ખાતે વૃક્ષારોપણ તથા દરિયાકાંઠે તવર રોપણી કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
જંબુસર તાલુકાના પૌરાણિક દેવ જગન રામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં જન વિકાસ અને સર્વા જંબુસર દ્વારા વૃક્ષારોપણ અને દરિયા કાંઠે તવર રોપણી કાર્યક્રમ યોજાયો હતો…..
તવર એ દરિયાના ખારાશવાળા વિસ્તારમાં ઉગતી વનસ્પતિ છે જે વિશ્વના 124 દેશોમાં વિસ્તારીત થઈ છે. ગુજરાતમાં 22% તવર નો વિસ્તાર આવેલ છે. જે દક્ષિણ ગુજરાત, ખંભાતનો અખાત, કચ્છનો અખાત, માં જોવા મળે છે ગુજરાતમાં 1046 ચોરસ કિલોમીટર જેટલો તવરનો વિસ્તાર આવેલ છે.જે દરિયાઈ પર્યાવરણ સુરક્ષા માટે ખૂબ જ ઉપયોગી અને અગત્યનો છે. તવર એ દરિયા કિનારાની જમીનનું રક્ષણ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. તવરના થડમાં લેપટા અને કરચલા દરો બનાવી રહે છે . તવરના પાન પશુ ચારા તરીકે ઉપયોગી છે. તવરના પ્લાન્ટેશન થી પર્યાવરણને મોટો ફાયદો થાય છે. તવરના વાવેતર, ઉછેર, અને સંરક્ષણમાં લોકો સહભાગી બને તો રક્ષા કવચ જેવું આ જંગલ ઝડપથી વિકસે છે.. તે હેતુથી એ એમ એન એસ કંપની હજીરા તથા સર્વા જંબુસરના સહયોગથી જન વિકાસ અને દેવ જગન પર્યાવરણ સમિતિના પ્રયત્નોથી દેવગન પરિસરમાં વૃક્ષારોપણ તથા દરિયાકાંઠે તવર રોપણી કાર્યક્રમ યોજાયો હતો.. જેમાં કંપની સીએસઆર હેડ કિરણ સિંધા, પર્યાવરણ હેડ શંકરભાઈ, સેફટી હેડ સારંગ ભાઈ, સહિત સર્વા ટીમ જેસંગભાઈ ઠાકોર,મનોજભાઈ દાણી, ફરજાના કાદરી, ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિતો દ્વારા વૃક્ષો તથા દરિયાઈ વનસ્પતિ તવર અંગે સવિસ્તાર માહિતી આપી તેના ફાયદા સમજાવ્યા હતા. અને મંદિર પરિસરમાં વૃક્ષારોપણ તથા દરિયાકાંઠાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે નાડા ગામ સરપંચ કલ્પેશભાઈ દેસાઈ, તાલુકા પ્રમુખ બાલુભાઈ ગોહિલ, આરસા સરપંચ , આદિવાસી મોરચા પ્રમુખ શ્રવણભાઈ રાઠોડ, કાલિદાસ ભાઈ રાઠોડ ટંકારી, શંકરભાઈ,,ભરતભાઈ, ગ્રામજનો સહિત જન વિકાસ સ્ટાફ હાજર રહ્યા હતા……

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!