Rajkot: “માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટ” સંચાલિત ‘બા નું ઘર’ વૃદ્ધાશ્રમ દ્વારા આર્થિક રીતે સસ્તી મેડિકલ સેવાઓ ઉપલબ્ધ

તા.૧૯/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: “કલ્યાણ મંડળ ટ્રસ્ટ” સંચાલિત ‘બા નું ઘર’ વૃદ્ધાશ્રમ દ્વારા સમાજના તમામ વર્ગના લોકોને ધ્યાને લઇને એક અનોખી પહેલરૂપ આર્થિક રીતે સસ્તી મેડિકલ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
રાજકોટના કાલાવડ રોડ, ક્રિસ્ટલ મોલ સામે રાણી ટાવરનાં પ્રથમ માળે ટ્રસ્ટ દ્વારા રાહતદરે માનવ મેડિકલ સ્ટોર, માનવ લેબોરેટરી અને માનવ દવાખાનું શરૂ કરવામાં આવ્યા છે. અહીં “નફો નહિ નુકસાન” ના ધ્યેયસર તમામ દવાઓ ઉપલબ્ધ છે અને ફક્ત દસ રૂપિયાના ટોકન દરે નિષ્ણાત ડોક્ટર દ્વારા સારવાર આપવામાં આવે છે.
સાથે સાથે બ્લડ શુગર, સી.બી.સી., લિપિડ પ્રોફાઇલ, કિડની ફંક્શન, બાયોપ્સી, એમ.આર.આઈ., સી.ટી. સ્કેન, એક્સ-રે જેવી તમામ લેબોરેટરી તપાસો ખૂબજ રીઝનેબલ દરે કરાવાની વ્યવસ્થા છે. સંસ્થા દ્વારા ICU એમ્બ્યુલન્સ સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
વિશેષ વાત એ છે કે ‘yhબા નું ઘર’ વૃદ્ધાશ્રમમાં સાવ નિરાધાર, બહેરા-મૂંગા, માનસિક રોગગ્રસ્ત, ઓટિઝમથી પીડાતા, બિનવારસુ અને આધાર વિના લોકો માટે સંપૂર્ણ મફતમાં રહેવા, જમવા અને દવા મેળવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આ સેવાઓ માટે સંસ્થાને આપના સહયોગ, દાન કે CSR ફંડની જરૂર છે. આપના વાતાવરણમાં એવા કોઇ નિરાધાર વ્યક્તિઓ હોય તો અમારો સંપર્ક જરૂર કરશો. આ સાથોસાથ જહેરી જનતાને પણ અનુરોધ છે કે વધુમાં વધુ લોકોને આ માહિતી પહોંચાડવામાં સહયોગ આપે.






