LUNAWADAMAHISAGAR

૨૧ જૂન વિશ્વ યોગ દિવસ વિશ્વ યોગ દિવસે મહિસાગર બન્યું ‘યોગમય’ મહીસાગર જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

૨૧ જૂન વિશ્વ યોગ દિવસ

વિશ્વ યોગ દિવસે મહિસાગર બન્યું ‘યોગમય’

મહીસાગર જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો

મહીસાગર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ શિક્ષણ મંત્રી ડો કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતમાં યોજાયો

ભારતની ભવ્ય વિરાસત સમા યોગથી વિશ્વમાં ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના વધુ મજબૂત થઈ છે- શિક્ષણ મંત્રી ડો કુબેરભાઈ ડિંડોર

નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી મહીસાગર જિલ્લા કક્ષાના યોગ દિવસ લુણાવાડાપોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આદિજાતિ વિકાસ , પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો કુબેર ભાઈ ડિંડોર ની ઉપસ્થિતિમાં યોજાયો હતો

૨૧મી જૂન-આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે મહીસાગર જિલ્લાના લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સહભાગી થયેલા શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના સાર્થક પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં યોગ પ્રચલિત બનતા ભારત માતાને અનેરૂ ગૌરવ મળ્યું છે અને આપણી ભારતીય સંસ્કૃતિની સ્વાસ્થ્ય ધરોહર યોગને વૈશ્વિક સ્વીકૃતિ મળી છે.

આ પ્રસંગે શિક્ષણમંત્રી વધુમાં જણાવ્યું કે, ભારતની ભવ્ય વિરાસત સમા યોગથી વિશ્વમાં ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના વધુ મજબૂત થઈ છે. જેનું શ્રેય આપણા વડાપ્રધાનને ફાળે જાય છે. યોગ અભ્યાસથી સ્વસ્થ-તંદુરસ્ત અને તણાવમુક્ત જીવન કેવી રીતે જીવી શકાય તેનું ઉદાહરણ આપણા ઋષિ-મુનિઓ, યોગાચાર્યોએ સમગ્ર વિશ્વને પૂરું પાડ્યું છે. કહેવતમાં કહ્યું છે કે પહેલું સુખ તે જાતે નર્યા ત્યારે આપણે સૌએ સારા સ્વાસ્થ્ય અને આરોગ્યની સુખાકારી માટે યોગ વિદ્યા ગ્રહણ કરી નિયમિત તેનો અભ્યાસ કરવો જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો.

‘વિશ્વ યોગ દિવસ’ નિમિત્તે વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીનો યોગ વિશેનો વીડિયો સંદેશ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!