GUJARATRAJKOTUPLETA

UPLETA: ઉપલેટાના પડવલા ગામની ૬ વર્ષની કાવ્યાની જન્મજાત હૃદય અને ફેફસામાં લોહીના પરિભ્રમણની ખામીની નિઃશુલ્ક સર્જરી કરાઇ

તા.૧૦/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Upleta: રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઉપલેટા તાલુકાના પડવલા ગામની ૬ વર્ષની કાવ્યા મિલનભાઇ મુચ્છડીયાની જન્મથી જ હૃદયની ખામીનું નિદાન કરી તેને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં વિનામૂલ્યે સમયસર સઘન સારવાર આપી આ ખામી દૂર કરવામાં આવી છે.

ઉપલેટા તાલુકાના પડવલા ગામના મિલનભાઇ મુચ્છડીયાની દીકરી કાવ્યાનો તા.૦૮-૦૩-૨૦૧૭ ના રોજ જન્મ થયો હતો. તેના માતા-પિતાને આ બાળકી જન્મી ત્યારે તેને કોઈક તકલીફ હોવાનું જણાતું હતું. એક દિવસ માતા તેના બાળકને શ્વાસ લેવામાં કઈક તકલીફ અને પરસેવાની ફરિયાદ કરતા આંગણવાડી કેન્દ્ર ખાતે આર.બીએ.એસ.કે. ટીમ દ્વારા બાળકીની તપાસ કરવામાં આવી. આ બાળકીનું સ્ક્રિનિંગ કરાતા હૃદયમાં ખામી જણાતા કાવ્યાને રાજકોટની પી.ડી.યુ.હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવેલી. પી.ડી.યુ.હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરની ટીમ દ્વારા તેને હૃદય અને ફેફસામાં લોહી પરિભ્રમણની ખામી જણાતાં કાવ્યાને વિનામુલ્યે સારવાર માટે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત રાજકોટ ખાતેથી કાવ્યાને સંદર્ભ કાર્ડ ભરી યુ.એન. મહેતા હોસ્પિટલ રિફર કરવામાં આવી. અહીં નિષ્ણાત તબીબોએ આ બાળકીને કોરોનરી હાર્ટ ડિસિઝ અને ટેટ્રોલોજી ઑફ ફેલોટ હોવાનું નિદાન કર્યું અને તાત્કાલિક સર્જરી કરવાની સલાહ આપી.

સર્જરીની વાત સાંભળતા કાવ્યાના માતા-પિતા દુ:ખી દુઃખી થઈ ગયા કે ઓપરેશનનો આટલો મોટો ખર્ચ ક્યાંથી કાઢવો ? પરંતુ તેમને શાળા આરોગ્ય આર.બી.એસ.કે. કાર્યક્રમ અંતર્ગત તમામ સારવાર અને સર્જરી સરકાર તરફથી મફત કરવામાં આવશે તેવી જાણકારી મળતાં તેમને હાશકારો થયો. કાવ્યની તા.૧૪-૦૬-૨૩ ના રોજ તજજ્ઞોની ટીમ દ્વારા સફળ સર્જરી કરવામાં આવી. હાલ આ બાળકી એકદમ તંદુરસ્ત છે. કાવ્યાના માતા-પિતાએ ખૂબ જ ભાવવિભોર થઈ આરોગ્ય તંત્ર, શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અને તેની સાથે જોડાયેલા તમામ તબીબો અને આર.બી.એસ.કે ટીમના સદાય ઋણી રહેશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ હેઠળ જિલ્લામાં આર.બી.એસ.કે. ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરી થકી વધુ ને વધુ બાળકોને લાભ થાય અને બાળક તંદુરસ્ત રહે તે માટે જીલ્લા કક્ષાએ જિલ્લા વિકાસ અધીકારીશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શનમાં વખતો વખત કામગીરીની સમીક્ષા હાથ ધરવામાં આવતી હોવાનું જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી રાઠોડે જણાવ્યું છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!