AHAVADANG

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં કમોસમી વરસાદ પડતા જિલ્લામાં શીત લહેર વ્યાપી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે કમોસમી માવઠુ પડતા સમગ્ર પંથકોમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી…પ્રાપ્ત વિગતો અનુસાર ભારતીય હવામાન વિભાગની આગાહીને લઈને દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં આજરોજ છૂટોછવાયો કમોસમી વરસાદ નોંધાયો હતો. રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં પણ શુક્રવારે બપોરબાદ વાદળોનાં ઘેરાવા બાદ વીજળીનાં કડાકા ભડાકા સાથે કમોસમી માવઠું તૂટી પડયુ હતુ. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા,વઘઇ,સુબિર,સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકનાં ગામડાઓમાં શુક્રવારે બપોરબાદ વીજળીનાં કડાકા ભડાકા સાથે છૂટો છવાયો કમોસમી વરસાદ તૂટી પડતા ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી.ડાંગ જિલ્લામાં શુક્રવારે ગાજવીજ સાથે માવઠું પડતા ડાંગી ખેડૂતોનાં શાકભાજી,કઠોળ સહીત ફળફળાદી જેવા પાકોને જંગી નુકસાન થયુ હતુ.ચાલુ વર્ષમાં ડાંગ જિલ્લામાં સતત કમોસમી માવઠાએ કહેર વર્તાવતા કેરીનો પાક નિષ્ફળ જવા પામ્યો છે.પ્રવાસન સ્થળ એવા ગિરિમથક સાપુતારા ખાતે પણ શુક્રવારે વાતાવરણનાં પલટા બાદ કમોસમી વરસાદ તૂટી પડતા અહીના જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ. આજરોજ શુક્રવારે ગુડ ફ્રાઈડેની રજા હોય જેથી સાપુતારા ફરવા આવેલ પ્રવાસીઓએ ત્રીચક્રીય ઋતુનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.

Back to top button
error: Content is protected !!