
વિજાપુર આંજણા વાસ મા સાત વર્ષની બાળકી એ રમજાન માસ નો રોજો રાખી સબ્ર નો ઉદાહરણ પૂરું પાડ્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર આંજણા વાસ મા રહેતા અલતાફ ખાન અકબર ખાન પઠાણ અને શાહીન બાનું પઠાણ ની સાત વર્ષની દીકરી લીબા ખાન અલતાફ ખાન પઠાણે રમજાન માસ મા રોજો રાખી દિવસ દરમ્યાન ખુદાની ઇબાદત કરી પોતાની માતા શાહીન બાનું પઠાણ ની દેખરેખ હેઠળ કારમી ગરમી મા પણ રોજા રાખીને સમાજના લોકોને સબ્ર અને ધૈર્ય નો ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સાત વર્ષની બાળકી લીબા ખાન પઠાણે દિવસ મા પાંચ ટાઇમ નમાજ અદા કરતા દેશ અને રાજ્ય મા સુખ શાંતિ એકતા બની રહે અને સર્વ લોકોને ખુદા તંદુરસ્તી આપે તે માટે દુવા કરી હતી. મુસ્લીમ સમાજ માં ૧૧ વર્ષ ઉપર ની ઉંમર ના બાળકો ઉપર રોજા ફરજ હોયછે. નાના બાળકો રોજા કરી જે રીતે ઇબાદત કરે છે તે સમાજ માટે એક સરહાનીય બાબત ગણાય છે.




