JETPURRAJKOT

રાજકોટ જિલ્લા બહારના અસરગ્રસ્તોને પણ મોકલાશે ફુડ પેકેટ્સ

તા.૧૪ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

બિપરજોય વાવાઝોડા સામે રક્ષણના આગોતરા આયોજનના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં અસરગ્રત સ્થળોના સ્થાનિકોને સ્થળાંતરિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે સ્થળાંતરિત લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા ધારાસભ્યશ્રી ઉદયભાઈ કાનગડ દ્વારા સિલ્વર મેન્યુફેકચરિંગ એસોસીએશન અને ઇમિટેશન એસોસીએશનના સહયોગથી થઈ રહી છે.

આ આયોજન અન્વયે રાજકોટ શહેરના રણછોડનગર તથા બેડીપરા વિસ્તારમાં અંદાજે એક લાખ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહયા છે. જેમાંથી અત્યાર સુધી ૨૦ હજાર ફૂડ પેકેટ તૈયાર થઈ ચૂક્યા છે. આ ફૂડ પેકેટનું વિતરણ રાજકોટ જિલ્લા ઉપરાંત જરૂરિયાત મુજબ અન્ય જિલ્લાઓમાં મોકલવામાં આવશે. આ ફૂડ પેકેટમાં સુખડી તથા ગાંઠિયા સહિતની વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સેવાભાવી લોકોની મદદથી આ ફૂડ પેકેટ તૈયાર કરવા માટે મોટાપાયે રસોડા કાર્યરત છે, તેમ ધારાસભ્યશ્રી ઉદયભાઈ કાનગડ એ જણાવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!