GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર આરટીઓ કચેરીમાં કંડકટરના લાયસન્સ માટે ઉઘાડી લુંટ

તા.24/08/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર બહુમાળી ભવન ખાતે આવેલી આરટીઓ ઓફિસમાં નવા વાહનોના પાસિંગ, રજિસ્ટ્રેશન, લાઈસન્સ સહિતની કામગીરી માટે અંદાજે 500 થી વધુ લોકોની અવરજવરથી કચેરી ધમધમતી રહે છે કચેરીમાં કોઇપણ કામ હોય તો એજન્ટને જ મળવું પડે છે ત્યારે બુધવારે કંડક્ટરની ભરતીની અરજી માટે ફરજીયાત કંડક્ટર લાઈસન્સ માટે આરટીઓ કચેરીમાં અરજદારોની ભીડ જામી રહી છે અંદાજે છેલ્લા 15 દિવસથી દૈનિક 120 થી 150 અરજદાર આવા લાઈસન્સ માટે આવી રહ્યા છે કારણ કે કંડક્ટરની ભરતી માટે અરજી કરવાની છેલ્લા તા. 6-9-2023 છે જ્યારે આવા લાઈસન્સ માટે અંદાજે 150 થી વધુનો ખર્ચ પણ થાય છે પરંતુ આ માટે એજન્ટો સહિતના લોકો દ્વારા અરજદારો પાસેથી રૂ. 500 થી 700 લેવાતા હોવાની ચર્ચાએ જોર પકડતા ચકચાર ફેલાઇ હતી બીજી તરફ અરજદારોને પણ લાઈસન્સ સહિતની કીમગીરી માટે 2-2 કલાક સુધી રાહ જોવી પડતા અસંતોષ જોવા મળ્યો હતો જ્યારે કચેરીની આજુ બાજુ પણ એજન્ટોનો જમાવડો અને અરજદારોની ભીડ જામી પણ જામી હતી ત્યારે આવા સમયે એ એ ચેકિંગ આવ્યુના સૂર ઉઠતા લાઈસન્સનું કાર્ય કરતા એજન્ટોએ અચાનક તમામ કામ બંધ કરી દીધું હતું જેના કારણે બહુમાળીમાં એજન્ટો જ્યાં બેસતા હતા તે ટેબલો અને ખુરશીઓ પણ સૂમસામ બની ગઇ હતી આ અંગે જિલ્લા આરટીઓ અધિકારી પી.કે. પટેલે જણાવ્યું કે, આ વાત ખોટી છે, કોઇ પૈસા લેતું નથી, એજન્ટોને પણ કચેરી આજુબાજુ ન બેસવા સૂચના અપાઇ છે અને અવારનવાર ચેકિંગ પણ કરવામાં આવે છે તેમજ અરજદારો પાસેથી જ કાયદેસર ફી હોય છે તે લેવામાં આવે છે કંડક્ટરની ભરતીને લઇને અનેક ઉમેદવારોએ અરજી માટે પડાપડી કરી છે અને આ અરજી માટે કંડક્ટર લાઈસન્સ પણ હોવું જરૂરી છે આથી તેને કઢાવવા માટે આરટીઓ કચેરીએ અરજદારોની ભીડ થાય છે અને તેમાં પણ રૂપિયા તેમજ સમયનો પણ ઘણો વેડફાટ થઇ રહ્યો છે આથી જો આવી ભરતીમાં જે ઉમેદવારો સિલેકશન થઇ જાય તેવા ઉમેદવારો માટે લાઈસન્સ કઢાવવાનું હોય તો ભીડ પણ ઓછી રહે તેવો ગણગણાટ અરજદારોમાં જોવા મળ્યો હતો.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!