MODASA

મોડાસા ચિલ્ડ્રન હોમમાંથી 9 વર્ષની સગીરા ફરાર,પ્લાસ્ટિકનો કચરો ભેગો કરી ભંગારમાં વેચી બસમાં ઘરે પહોંચી ગઈ, ગણતરીના કલાકોમાં પોલીસે સગીરાને શોધી કાઢી

અહેવાલ

મોડાસા ચિલ્ડ્રન હોમમાંથી 9 વર્ષની સગીરા ફરાર,પ્લાસ્ટિકનો કચરો ભેગો કરી ભંગારમાં વેચી બસમાં ઘરે પહોંચી ગઈ, ગણતરીના કલાકોમાં પોલીસે સગીરાને શોધી કાઢી

સગીરે પ્લાસ્ટિકનો ભંગાર વેચ્યો  તેને ૬૦ રૂપિયા મળ્યા. તેમાંથી ૨૦ રૂપિયા રિક્ષા ભાડું ચૂકવી બસ સ્ટેશન પહોંચી

મોડાસા ખાતે આવેલા ચિલ્ડ્રન હોમમાંથી 9 વર્ષની સગીરા રાત્રે ૩:૩૦ વાગ્યે ફરાર થઈ ગઈ હતી. સવારે ગૃહમાતાને જાણ થતાં, તેમણે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ઈન્સ્પેક્ટર એ.બી. ચૌધરીએ તાત્કાલિક ટીમને તપાસમાં લગાવી હતી.

 

ચિલ્ડ્રન હોમના સીસીટીવી ફૂટેજમાં સગીરા રાત્રે ૩:૩૦ વાગ્યે બહાર નીકળતી દેખાઈ હતી. ત્યારબાદ શહેરના અન્ય સીસીટીવી ચેક કરતા તે બસ સ્ટેશન વિસ્તારમાં પહોંચી હતી. ત્યાંથી બસમાં બેસી શામળાજી પહોંચી ગઈ. શામળાજીમાં તેના સમાજની વસાહત છે. હ્યુમન રિસોર્સની માહિતીના આધારે, પોલીસને સગીરા તેના સંબંધીના ઘરે મળી આવી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, ચિલ્ડ્રન હોમમાંથી નીકળ્યા બાદ સગીરાએ વહેલી સવારે મોડાસા ટાઉન વિસ્તારમાં પ્લાસ્ટિકનો કચરો ભેગો કરી ભંગારમાં વેચ્યો હતો. તેને ૬૦ રૂપિયા મળ્યા. તેમાંથી ૨૦ રૂપિયા રિક્ષા ભાડું ચૂકવી બસ સ્ટેશન પહોંચી હતી. ત્યાંથી બસમાં બેસી શામળાજી પહોંચી હતી.તેના ઘરે મળી આવી હતી

Back to top button
error: Content is protected !!