JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગરની વિવિધતા-વન ઉત્સવ-દિવલો ફરી પાસામાં-મામલતદાર ACB માં

જામનગરની વિવિધતા-વન ઉત્સવ-દિવલો ફરી પાસામાં-મામલતદાર ACB માં

જામનગર ( નયના દવે)

 

*ઉજવણીનો અનોખો લોક ઉત્સવ-વન મહોત્સવ*

*ધ્રોલ ખાતે કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના 74 માં વન મહોત્સવની ઉજવણી કરાઈ*

*ઋષિતુલ્ય વૃક્ષોનું સઘન વાવેતર અને જતન કરી સુવર્ણ ભવિષ્યના નિર્માણમાં સહભાગી થવા મંત્રીશ્રીનું આહવાન*

*ગ્લોબલ બોઇલિંગ તરફ વિશ્વ આગળ વધી રહ્યું છે ત્યારે વૃક્ષારોપણ એ આ વિકટ સ્થિતિને પહોંચી વળવાનો એકમાત્ર ઉપાય છે – સાંસદ શ્રી પૂનમબેન માડમ*

*વૃક્ષારોપણ માટેની શ્રેષ્ઠ કામગીરી કરનાર નાગરિકો તથા કર્મચારીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું*

કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના 74 માં વન મહોત્સવની ધ્રોલ ખાતે ઉજવણી કરાઈ હતી.જેમાં મંત્રીશ્રી સહિત સાંસદ શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી વન મહોત્સવની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે વૃક્ષો એ ઓક્સિજન માટેનાં કુદરતે બનાવેલાં કારખાના છે.અને માટે જ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સઘન વૃક્ષારોપણને પ્રાધાન્ય આપી વન મહોત્સવ જેવાં ઉત્સવોનો સમગ્ર રાજ્યમાં પ્રારંભ કરાવી જન જન ને આ અભિયાનમાં જોડવાનું ભગીરથ કાર્ય કર્યું છે.દ્વારકા, ભુચરમોરી, નાગેશ્વર, પાવાગઢ વગેરે સ્થળોએ 25 જેટલાં સાંસ્કૃતિક વનો સરકારે ઉભા કર્યા છે તો 75 જેટલાં વડ વનનું નિર્માણ કરી રાજ્યના ભવિષ્યની ચિંતા કરી છે.સરકાર વર્ષોથી વન મહોત્સવ ઉજવી લોકોને વૃક્ષારોપણ પ્રત્યે જાગૃત કરવાનું કામ કરી રહી છે.ત્યારે આપણે પણ પોતાની નૈતિક જવાબદારી સમજી સઘન વૃક્ષારોપણ કરી આવનારી પેઢીને ઉજ્જવળ ભવિષ્ય આપવાની પહેલ કરવી જોઈએ.ફળ, ફૂલ, બળતણ, ઔષધિઓ આપતાં આ ઋષિતુલ્ય વૃક્ષોનું વાવેતર અને જતન કરી એક સુવર્ણ ભવિષ્યના નિર્માણમાં સહભાગી થવા મંત્રીશ્રીએ ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું.

આ પ્રસંગે સાંસદ શ્રી પૂનમબેન માડમે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે હવે અસંતુલિત પર્યાવરણને કારણે ગ્લોબલ વોર્મિંગ ભૂતકાળ બન્યું છે અને ગ્લોબલ બોઇલિંગ તરફ વિશ્વ આગળ વધી રહ્યું છે.ત્યારે આ વિકટ સ્થિતિને પહોંચી વળવાનો એકમાત્ર ઉપાય વૃક્ષારોપણ છે.સાંસદશ્રીએ આ તકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ વૃક્ષારોપણના વારસાને આગળ લઈ જવા અને માત્ર વૃક્ષારોપણ નહીં પરંતુ તેનું જતન કરી ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતના સંકલ્પને સાકાર કરવા સૌને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા તથા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મૂંગરાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.તેમજ કાર્યક્રમમાં વૃક્ષારોપણ માટે શ્રેષ્ઠ કામગીરી કરનાર નાગરિકો તથા કર્મચારીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું.જ્યારે મદદનીશ વન સંરક્ષક શ્રી હર્ષાબેને શાબ્દીક સ્વાગત વડે સૌ મહાનુભાવોને આવકાર્યા હતા તો કાર્યક્રમની આભારવિધિ આર.એફ.ઓ. શ્રી સોરઠીયાએ કરી હતી.

કાર્યક્રમમાં ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખશ્રી ગીતાબા જાડેજા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી લગધીરસિંહ જાડેજા, પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલું, નાયબ વન સંરક્ષક શ્રી ધનપાલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ચૌધરી, પ્રાંત અધિકારી શ્રી વિજય વર્ગીય, મહામંત્રી શ્રી દિલીપભાઈ ભોજાણી, સમીરભાઈ સુકલ, પી.ડી.કરમુર, ડો.અશોકસિંહ જાડેજા, નવલભાઈ મૂંગરા, ભરતભાઇ દલસાણીયા તેમજ બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
000000

ફરિયાદ નોંધવા મામલે વડી અદાલતે સરકાર-પોલીસને કહ્યું કે….
In the matter of registering a complaint, the High Court told the government-police that…
હાઈકોર્ટ ઈચ્છે છે કે, કોઈ પણ વ્યક્તિની ફરિયાદ તરત અને સરળતાથી લેવામાં આવે

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવી આસાન બાબત નથી. જો તમે એકદમ સામાન્ય વ્યક્તિ છો, તો આ પ્રક્રિયા વધુ અઘરી બની જતી હોય છે ! મોટેભાગે તમને સમજાવી દેવામાં આવે છે કે, અરજી આપી દો. જોઈ લેશું. પોલીસ પ્રજાની મિત્ર છે – એવું બોર્ડમાં લખેલું, પત્રકાર પરિષદમાં બોલાયેલું અને સરકારી કાર્યક્રમોમાં ઉલ્લેખ પામતું ઘણી વખત વાંચવા અને સાંભળવા મળે પરંતુ પીડિતોને પોલીસ સ્ટેશનનો અનુભવ બહુ સારો નથી હોતો ! રેકર્ડ પર ક્રાઈમ રેટ ઘટાડવા અને અન્ય જાણીતાં કારણોસર, મોટાભાગના કિસ્સાઓમાં ફરિયાદીને વેલકમ કરવાને બદલે કે સહયોગ આપવાને બદલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદી સાથે અલગ જ પ્રકારનું વર્તન થતું હોય છે, જે અદાલતોને અને સરકારોને પણ ખબર હોય છે ! તેથી જ અદાલતો અવારનવાર પોલીસને ફરિયાદ નોંધવા મુદ્દે ટપારતી હોય છે. વધુ એક વખત ખુદ હાઈકોર્ટે સરકાર તથા પોલીસને કહેવું પડ્યું છે કે, ફરિયાદો નોંધવામાં આનાકાની ન થવી જોઈએ.

તાજેતરમાં એક નિવૃત્ત IPSનાં પુત્રનાં પરાક્રમોનો મામલો પોલીસ અને હાઈકોર્ટમાં પહોંચ્યો છે. નિવૃત્ત આઇપીએસ બી.એસ.જેબલિયાના પુત્ર નિરવ વિરૂદ્ધ છેતરપિંડી સહિતની ફરિયાદો મળી છે. પરંતુ આ કિસ્સાઓમાં પોલીસે ફરિયાદીઓ સાથે યોગ્ય વર્તન ન દાખવીને આરોપીને બચાવવાનો આડકતરો પ્રયાસ કર્યો હતો એવું અદાલત આ મામલાઓ પરથી સમજી ગઈ.

આથી હાઈકોર્ટે સરકારને અને રાજયભરનાં પોલીસવિભાગને નિર્દેશ આપ્યો છે કે, ફરિયાદ લેવામાં પોલીસ દ્વારા આનાકાની થાય એ યોગ્ય નથી. પોલીસે કોઈ પણ સામાન્ય વ્યક્તિને પોલીસ સ્ટેશનનાં ધક્કા ખવડાવવા ન જોઈએ. પોલીસે ફરિયાદ નોંધવામાં બેદરકારી કે નિષ્કાળજી ન દાખવવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, નિરવ જેબલિયા મામલામાં હાઈકોર્ટ તરફથી કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશન જશે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે, એવી વાત સરકાર વતી પબ્લિક પ્રોસિકયુટરે હાઈકોર્ટમાં કરતાં હાઈકોર્ટે સ્પષ્ટતા કરી કે, આ એક મામલા પૂરતી વાત નથી. સમગ્ર રાજ્યમાં દરેક પોલીસ સ્ટેશન આ બાબતે સજાગ રહે એવું હાઈકોર્ટ ચાહે છે.

 

જામનગર શહેરમા ગુન્હાખોરીની દુનિયામાં માથું ઉંચકતા દીવલા ડોન સામે ત્રીજી વખત પાસા
Diwala Don, who is rising head in the world of crime in Jamnagar city, pasa for the third time
દીવલા સામે કેવા પ્રકારના ગુન્હાઓ નોંધાયેલ છે વાંચો ક્રાઈમ કુંડળી

જામનગર જીલ્લામા પ્રોહી બુટલેગર્સ તથા અસામાજીક ઇસમો ઉપર કડક કાર્યવાહીના ભાગરૂપે પાસા દરખાસ્તો ધડાધડ તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી ગુન્હાખોરીની દુનિયામાં માથું ઊંચકી રહેલ દીવલા ડોન સામે પોલીસ વિભાગ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ બી.એ.શાહને મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટે લૂંટ, ધાકધમકી, ખંડણી, ઘરફોડ, પ્રોહીબીશન જેવા 25 થી વધુ ગુનામાં સંડોવાયેલ દિવ્યરાજસિંહ મંગળસિંહ ચૌહાણ રહે.મચ્છરનગર, શાંતીનગર-6, જામનગર વાળાનું પાસા વોરંટ ઇસ્યુ કરતા પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.પી.ગોહિલ અને શરદ પરમાર તથા હીરેન વરણવાએ જરૂરી કાર્યવાહી કરી, દીવલા વિરૂધ્ધ પાસા વોરંટની બજવણી મધ્યસ્થ જેલ સાબરમતી અમદાવાદ મોકલી આપવા તજવીજ કરેલ છે.મહત્વનું છે કે દીવલા ડોન સામે આ અગાઉ બે વખત પાસા હેઠળ કાર્યવાહી થઇ ચુકી છે અને આ ત્રીજી વખત તેની વિરુધ પાસાની કાર્યવાહી થઇ છે.

 

લાલપુર મામલતદાર અને વચેટીયો એસીબીને હાથ ઝડપાયા, લાંચનો આંકડો જાણી આશ્ચર્ય થશે
Lalpur Mamlatdar and middlemen caught taking bribe
વચેટિયાએ લાંચ લીધી આ કારણ
જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના મામલતદારે પોતાના હોદાને છાજે નહિ તેવી લાંચના બટાકામાં હાથ નાંખતા એસીબીને હાથે વચેટિયા હસ્તક લાંચ લેવાના મામલામાં એસીબીએ ઝડપી પાડ્યા છે, જે રીતે એસીબીના સુત્રો પાસેથી પ્રાથમિક વિગતો મળી રહી છે તે પ્રમાણે જામનગર જીલ્લાના લાલપુર મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા બીપીન રાજકોટિયાએ સસ્તા અનાજના દુકાનદાર પાસેથી દરમાસે કોઈ કારણસર રૂપિયા 800 ની રકમ બાંધી હતી અને તે રકમ બે માસની ચડત હતી તે વચેટિયા હસ્તક એક માસના 800 લેખે બે માસના 1600 લેતા મામલતદાર અને વચેટીયો એસીબીને હાથ ઝડપાઈ જતા મહેસુલ તંત્રમાં આ ટ્રેપે ભારે ચકચાર જગાવી છે.

@_________

BGB

gov.accre. Journalist

jamnagar

8758659878

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!