DAHODGUJARAT

દાહોદ અને બોરડી રેલ્વે સ્ટેશન વચ્ચે ગાંધીધામ શ્રી માતા વેષ્ણુદેવી કટરા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતા ટ્રેનમાંથી પડી જતા અજાણ્યા ઈસમનું મોત

ચાલુ ટ્રેનમાંથી મુસાફર પડી જતા રાજકીય રેલ્વે પોલીસ દાહોદ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 

તા.૨૯.૧૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ અને બોરડી રેલ્વે સ્ટેશન વચ્ચે ગાંધીધામ શ્રી માતા વેષ્ણુદેવી કટરા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતા ટ્રેનમાંથી પડી જતા અજાણ્યા ઈસમનું મોત

ચાલુ ટ્રેનમાંથી મુસાફર પડી જતા રાજકીય રેલ્વે પોલીસ દાહોદ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

તા.૨૮.૧૨.૨૦૨૪ ના રાત્રે.૧૦.૩૫ કલાકે રાજકીય રેલ્વે પોલીસ દાહોદને ટેલિફોનીક જાણ કરવામાં આવી કે દાહોદ અને બોરડી રેલ્વે સ્ટેશન વચ્ચે અપ અને ડાઉન ટ્રેન નં.12473 ગાંધીધામ શ્રી માતા વૈષ્ણદેવી કટરા એકસપ્રેસ ટ્રેનના પાછળના જનરલ કોચમાં મુસાફરી કરતો મુસાફર ચાલુ ટ્રેનએ પડી જતા તે અજાણ્યા મુસાફરને શરીર ગંભીર ઇજાઓના પગલે તે મુસાફરની ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.ઈસમના હાથ ઉપર હિન્દીમાં બિરપાલસિંહ અને અર્જુનસિંહ લખેલુ છે જેવીજ જાણ થતાજ રાજકીય રેલ્વે પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ લાશને પોસ્ટ મોર્ટમં અર્થે ખસેડી આ ઈસમ પાસે ગાંધીધામ થી મથુરાની ટિકિટ મળી આવી હતી એની તપાસનો ધમ ધમાટ આરંભ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.હાલ રાજકીય રેલ્વે પોલીસ દ્વારા ચાલુ ટ્રેનએ બનતા અકસ્માતોને નીયત્રણ lલાવવા અને આવા જીવ લેતા અકસ્માતોને અટકાવવા તમામ અનેકો જાગૃત કાર્યક્રમો કરવામાં આવતા હોય છે.રેલ્વે સ્ટેશનથી ટ્રેન ઉપડતી વેળા દરવાજા પર બેસેલા મુસાફરોને ચાલુ ટ્રેનએ દરવાજા પર ન બેસવા સલાહ સૂચન પણ આપવામાં આવતી હોય છે.તેમં છતા ચાલુ ટ્રેનએ દરવાજા પર બેસી મુસાફર મુસાફરી કરતા હોય છે.જેના કકારણે આવી ઘટનાઓ થતી હોય છે.જેમાં 100 એ 100 % ચાલુ ટ્રેનએ પડી જતા મુસાફરની મોત થતી હોય છે

Back to top button
error: Content is protected !!