GUJARATJAMBUSAR

કાવી ગામમાં સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી

તાજેતરમાં કાવી ગામ પંચાયત તેમજ બસ સ્ટેન્ડ ઝંડા ચોક પર સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી
ગામ પંચાયત ઉપર ઇકબાલ બાલા તેમજ ઝંડા ચોક ઉપર નીકુંજ ભટ્ટ ના વરદહસ્તે તિરંગાને આન બાન અને શાન સાથે ફરકાવવા માં આવ્યો હતો*.
શાળા ના વિદ્યાર્થીઓ એ દેશભક્તિ ગીતોની રમઝટ સાથે અનેક વિવિધ કાર્યક્રમો કર્યા હતાં. તથા મોટી સંખ્યામાં વાલીઓ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ કાવી ગામનાં સરપંચ મીનાજ સાજીદ મુન્શી તથા પંચાયત નાં સભ્યો તથા કાવી પોલીસ સ્ટેશન નો સ્ટાફ હાજર રહ્યો હતો.
કાવી પોલીસ સ્ટેશન નાં પી.એ.સાઇ નું સરપંચ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ
ત્યાર બાદ નવ નિર્માણ પામેલ ધોબી ઘાટ તળાવ પર ૧૫% વિવેકાધિન ગ્રાન્ટ સ્થાપના વર્ષ ૨૨-૨૩ વાધેલાવાસ તથા ખરીવસાહત ૧૫ માં નાણાંપંચમાં આર.સી.સી.રોડ તથા વસાહતમાં બનાવેલ વોશીંગ પ્લેટફોર્મ નું ઉદ્ધાટન તળાવ પર રાખવામાં આવ્યું હતુ
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરેશ સાહેબ કર્યું હતું.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!