MORBI:મોરબીમાં મહિલાઓ માટે પ્રદર્શન સહ વેચાણ – ‘જન્માષ્ટમી મેળો’; જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના હસ્તે ખુલ્લો મુકાયો

MORBI:મોરબીમાં મહિલાઓ માટે પ્રદર્શન સહ વેચાણ – ‘જન્માષ્ટમી મેળો’; જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના હસ્તે ખુલ્લો મુકાયો
એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મહિલાલક્ષી પ્રદર્શન સહ વેચાણો મેળો મહિલાઓના આર્થિક ઉત્થાન માટેની મહત્વની પહેલ
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ., મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા મહિલા સશક્તિકરણ તથા આર્થિક સ્વાવલંબનના હેતુસર મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ વિવિધ ચીજવસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ મેળાનું આગામી ૧૮ ઓગસ્ટ સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારેઘીના હસ્તે રીબીન કાપી દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ પ્રદર્શન સહ વેચાણ માટેનો જન્માષ્ટમી મેળો – ૨૦૨૫ તા. ૧૮/૦૮/૨૦૨૫ સુધી મોરબી શહેર ખાતે આવેલ એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહ્યો છે.
આ મેળાનો સમય દરરોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી રહેશે. આ મેળામાં જિલ્લાના તેમજ આસપાસના વિસ્તારોના મહિલાઓ દ્વારા હસ્તકલા, ઘરગથ્થુ ઉપયોગી સામગ્રી, કપડાં, સજાવટ સામગ્રી સહિતની અનેક વસ્તુઓનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ માટે કુલ ૭૦ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. આ મેળાનો મુખ્ય હેતુ બહેનોના હસ્તકલા-કૌશલ્યને પ્રોત્સાહન આપવાનો, તેમને બજાર સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવાનો તથા આર્થિક સશક્તિકરણ તરફ દોરી જવાનો છે.
આ મેળાની મુલાકાત લઇ જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીએ મહિલાઓના વિવિધ સ્થળની મુલાકાત લઈ તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
આ મેળાના શુભારંભ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ સોનગ્રા, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી જે.બી. ત્રિવેદી, આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસરશ્રી મયુરીબેન ઉપાધ્યાય સહિતના ઉપસ્થિત રહ્યા હતા.








