JETPURRAJKOT

જેતપુર નગરપાલિકા દ્વારા અનઅધિકૃત બાંધકામો દૂર કરાશે

તા.૩ મે

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

શહેરીજનોને અનઅધિકૃત બાંધકામો “ઈમ્પેકટ ફી યોજના” હેઠળ વહેલી તકે નિયમિત કરાવી લેવા સૂચના

અનઅધિકૃત બાંધકામોમાં રહેતા લોકોની સલામતી માટે રાજ્ય સરકારે આવા અનઅધિકૃત બાંઘકામો નિયમિત કરવા માટે ‘‘ઇમ્પેકટ ફી’’ની યોજના અમલમાં મુકી છે, જેના ભાગરૂપે જેતપુર નવાગઢ શહેર વિસ્તારમાં જુદા જુદા મિલકત ધારકોને આ યોજનાનો લાભ લેવા નગરપાલિકા દ્વારા જણાવાયું છે.

જેતપુર નવાગઢ શહેર વિસ્તારમાં જુદા જુદા મિલકત ધારકો દ્વારા મંજુરી વિના કે મંજુરી વિરૂધ્ધનું બાંધકામ કરેલ હોય, રહેણાંક માટે મંજુરી મેળવેલ મિલકતનો વ્યાવસાયિક ધોરણે ઉપયોગ કરતા હોય વગેરે તમામ મિલકતધારક આસામીઓના અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરી આપવા બાબતની “ઈમ્પેકટ ફી” યોજના હેઠળ અનધિકૃત બાંધકામોને નિયમિત કરાવી લેવાના રહેશે. ‘‘ઈમ્પેકટ ફી’’ નો લાભ મેળવવા માટે વહેલી તકે અરજી કરવાની રહેશે. અન્યથા અનઅધિકૃત બાંધકામો ડીમોલેશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા નગરપાલિકા દ્વારા નોટીસ ઈશ્યુ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે તેમ જેતપુર નવાગઢ નગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!