JUNAGADH RURAL
-
જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના ૧૧૦ મોડલ ફાર્મ : પ્રાકૃતિક કૃષિના નવા ૧૩૦ ફાર્મ બનાવવામાં આવશે
મોડલ ફાર્મના માધ્યમથી પ્રાકૃતિક કૃષિના પ્રત્યક્ષ લાભોની મળે છે જાણકારી : ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશેના મૂંઝવતા પ્રશ્નોનું પણ થતું સમાધાન…
-
ખરીફ ઋતુ-૨૦૨૪માં એગ્રી સ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં “ડિજિટલ ક્રોપ સર્વે” અમલી
જૂનાગઢ તા.૨૫ જુલાઇ, ૨૦૨૪(ગુરુવાર) ડિજિટલ એગ્રીકલ્ચરના ભાગરુપે ભારત સરકાર દ્વારા એગ્રી સ્ટેક પ્રોજેક્ટ અમલી છે. ભારત સરકારની સૂચના અનુસાર ખરીફ-૨૦૨૪ થી એગ્રી…
-
જૂનાગઢ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ
જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ — જૂનાગઢ તા.૨૪ જુલાઇ,૨૦૨૪ (બુધવાર) …
-
જૂનાગઢ જિલ્લાના ૧૪ જેટલા ડેમ ઓવરફ્લોઃ ૮૬ ગામડાઓને એલર્ટ રહેવા અને નાગરિકોને સલામત સ્થળે રહેવા અપીલ
જૂનાગઢ તા.૨૨ જુલાઇ, ૨૦૨૪ (સોમવાર) જૂનાગઢ શહેરમાં અને વિવિધ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. માણાવદર, વંથલી, કેશોદ, માંગરોળ વિસ્તારમાં વરસાદની અસર વધારે જોવા મળી છે. જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદને કારણે તેમજ ઉપરવાસમાંથી ખૂબ જ પ્રમાણમાં પાણીની આવક થતા ઘેડ પંથકમાં કેશોદ, માણાવદર, માંગરોળ તાલુકાના અંદાજે ૪૮ જેટલા ગામડાંઓ સંપર્ક વિહોણા છે, જેમાં માણાવદરમાં સૌથી વધુ ૨૨ જેટલા ગામ તેમજ માંગરોળમાં ૧૫ ગામ સંપર્ક વિહોણા છે.જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યુ કે, જૂનાગઢ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનની ટીમ કાર્યરત છે. ઘેડ પંથકના ગામડાંઓમાં અસરગ્રસ્ત નાગરિકોનો, સરપંચશ્રીઓ અને તલાટી કમ મંત્રીશ્રીઓની મદદથી શક્ય તેટલો ઝડપી સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આ વિસ્તારોમાં ફૂડ પેકેટ, પાણી જેવી પ્રાથમિક જરુરિયાતો પણ પૂરી પાડવામાં આવશે. જિલ્લામાં ૧૯ જેટલા ડેમમાંથી ૧૪ જેટલા ડેમ ઓવરફ્લો છે, જેના કારણે ૮૬ જેટલા ગામડાંઓને એલર્ટ કરવામાં આવ્યા છે. નાગરિકોને સલામત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે. છેલ્લા ચાર દિવસમાં જૂનાગઢ જિલ્લામાં આવેલા વરસાદને કારણે માળિયા હાટીના તાલુકાના આંબલગઢ ગામના એક અને માણાવદર તાલુકાના ઝીંઝરી થાણિયાણા ગામના એક એમ બે નાગરિકોના મૃત્યુ, પાણીના વધુ પ્રવાહને લીધે થયા હતા. આકસ્મિક મૃત્યુ થતાં આ નાગરિકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર સહાય ચૂકવવા માટેની કાર્યવાહી પ્રગતિ તળે છે. નીચાણ વાળા વિસ્તારમાં આવેલા નાગરિકોને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનની ટીમ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હજુ આગામી બે દિવસ જૂનાગઢ જિલ્લામાં રેડ એલર્ટ હોવાથી જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પીજીવીસીએલ અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમને અવેજીમાં રાખવામાં આવી છે.
-
સૌરાષ્ટ્રમાં બારેય મેઘ ખાંગાં, પોરબંદરમાં 22 ઇંચ, દ્વારકામાં 15 તો જૂનાગઢમાં 14 ઈચ વરસાદ
રાજ્યમાં એકી સાથે ત્રણ સીસ્ટમ સક્રિય થતા વરસાદ વરસી રહ્યો છે. પોરબંદરમાં આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાઇ છે. પોરબંદરમાં ગઇકાલે…
-
ભારતીય ન્યાય સુરક્ષા સંહિતાની કલમ અન્વયેનું સુધારા જાહેરનામું
જૂનાગઢ તા. ૧૬ જૂનાગઢ જિલ્લામાં હોટલ, ગેસ્ટહાઉસ, ધાબા, મંદિર, મસ્જિદ, વિશ્રામગૃહ તેમજ હોસ્પિટલો દ્વારા આઇ.વી.એફ.આર.ટી. પ્રોજેક્ટ હેઠળ www.indianfrro.gov.in/frro વેબસાઇટ પર નોંધણી અંગે…
-
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રિદિવસીય માનવ સંસાધન વિકાસ તાલીમ યોજાઇ
જૂનાગઢ તા. ૧૬ માન.કુલપતિશ્રી ડૉ.વી.પી.ચોવટીયાની પ્રેરણાથી અને વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ.એન.બી.જાદવના અધ્યક્ષ સ્થાને તા.૧૫/૦૭/૨૦૨૪ ના રોજ કિસાન વિકાસ ભવન, જૂનાગઢ કૃષિ…
-
જૂનાગઢની બહાઉદીન સરકારી વિનયન કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો બીજ વિતરણ અને વૃક્ષારોપણ સાથે પ્રવેશ
જુનાગઢ તા.૧૬જૂનાગઢ શહેરમા આવેલ સવા સો વર્ષથી વધારે જૂની એવી બહાઉદીન સરકારી વિનયન કોલેજ માં ચાલુ વર્ષે નવો પ્રવેશ મેળવતા…
-
પરંપરાગત લોક સંસ્કૃત્તિનો કલા અને વારસો લોકો સુધી પહોચાડનાં હેતુથી જૂનાગઢમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
જૂનાગઢ તા. ૧૫ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર આયોજીત, જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી જુનાગઢ સંચાલિત, શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ જ્ઞાનબાગ…
-
જૂનાગઢ જિલ્લાના ગામોમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ શીખવતી તાલીમનું આયોજન
ક્લસ્ટર બેઝ તાલીમ દ્વારા જૂનાગઢ જિલ્લામાં રસાયણ મુક્ત કૃષિ અપનાવી દરેક પરિવાર પ્રાકૃતિક કૃષિ આહાર મેળવે તે અંગે માર્ગદર્શન જૂનાગઢ…









