GUJARATPANCHMAHALSHEHERA
ગોધરા ખાતે નિઃશુલ્ક તપાસણી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયું

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા 
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.મહેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ GMERS – NCD ક્લિનિક ગોધરા ખાતે જુવેનાઈલ ડાયાબીટીસ બાળકો માટે નિઃશુલ્ક તપાસણી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયું હતું. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અને એન.સી.ડી પ્રોગ્રામના સંયુકત સહયોગથી જુવેનાઈલ ડાયાબીટીસ અંતર્ગત કુલ ૨૩ બાળકોનું NCD Clinic ડોક્ટર્સની ટીમ દ્વારા ચેક અપ અને ફોલોઅપ લેવામાં આવ્યું હતું.
આ સારવાર કેમ્પમાં ગોધરા-કાલોલ- મોરવા હડફ-શહેરા તાલુકાના આર.બી.એસ.કે ટીમ દ્વારા બાળ લાભાર્થીઓને આર.બી.એસ.કે સ્ટાફ દ્વારા સંદર્ભ સેવા આપવામાં આવી હતી.
***







