NATIONAL

આયુષ્માન ભારત યોજના કોભાંડ: ‘મૃત’ લોકોની સારવાર પાછળ ખર્ચાયા રૂ.6.9 કરોડ, CAGનો અહેવાલ

આયુષ્માન ભારત યોજના(PMJAY) માં ગેરરીતિઓ અંગે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (CAG)નો વધુ એક ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે એવા 3,446 દર્દીઓની સારવાર માટે કુલ 6.97 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા જેઓ પહેલાથી જ મૃત્યુ પામ્યા છે. ડેટાબેઝમાં આ તમામ દર્દીઓને મૃત દર્શાવવામાં આવ્યા છે. આયુષ્માન ભારત યોજનામાં કોભાંડ અંગે આ પહેલા પણ CAGના રિપોર્ટ આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે એક જ મોબાઈલ નંબર પર 7.5 લાખથી વધુ લોકો નોંધાયેલા હતા અને તે નંબર પણ અમાન્ય હતો.

આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) વર્ષ 2018 માં શરૂ કરવામાં આવી હતી. તેનો હેતુ ગરીબોને મફત સારવાર આપવાનો હતો, જે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં શરૂ કરવામાં આવી હતી.
જ્યારે CAGએ આયુષ્માન ભારત યોજનાના ડેટાબેઝનું ઓડિટ શરૂ કર્યું ત્યારે તેમાં આવી ગેરરીતિઓ મળી આવી હતી. અહેવાલ મુજબ યોજનાની ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ સિસ્ટમમાં પહેલાથી જ મૃત જાહેર કરાયેલા દર્દીઓની સારવાર સતત ચાલી રહી હતી અને તેના માટે પૈસા પણ ચૂકવવામાં આવ્યા હતા. એટલે કે આયુષ્માન ભારત યોજના હેઠળ હજારો દર્દીઓની સારવાર થતી બતાવવામાં આવી રહી છે. દેશભરની વિવિધ હોસ્પિટલોમાં કુલ 3,446 દર્દીઓ હતા, જેમની સારવાર માટે હોસ્પિટલોને 6.97 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા જેમને પહેલી થી મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

અહેવાલ મુજબ કેરળમાં આવા દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. અહીં આવા કુલ 966 દર્દીઓ મળી આવ્યા હતા, જેમને મૃત જાહેર કરવા છતાં સારવાર આપવામાં આવી રહી હતી. તેમની સારવાર માટે હોસ્પિટલોને રૂ. 2,60,09,723 ચૂકવવામાં આવ્યા હતા. આ પછી મધ્યપ્રદેશમાં આવા 403 અને છત્તીસગઢમાં 365 દર્દીઓ મળી આવ્યા હતા. જેની સારવાર પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થયો હતો.

CAGના રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે 2020માં નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA)ને આવી ખામીઓ વિશે જાણકારી આપવામાં આવી હતી, જેના મહિનાઓ પછી તેમના તરફથી કહેવામાં આવ્યું કે સિસ્ટમમાં ખામી દૂર કરવામાં આવી છે. જો કે, આ દાવો ખોટો હતો અને આ પછી પણ યોજનાના ઘણા લાભાર્થીઓના મૃત્યુ પામ્યા બાદ પણ સારવાર ખર્ચ દર્શાવવામાં આવ્યો હતો. જે દર્શાવે છે કે સીસ્ટમમાં રહેલી ખામીઓ દૂર કરવામાં આવી નથી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!