RAJKOTUPLETA

નર્મદા નીર ‘ભાયાવદરના મોજડેમ’ ની અંદર આવતા હર્ષથી વધામણા કરતા આગેવાનો

૧૬ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામ ખાતે આવેલ મોજડેમમાં નવા નર્મદાના નીર આવતા તેના વધામણા કરતા ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઈ ચંદ્રવાળીયા ઉપલેટા તાલુકા ભા.જ.પ. ના પ્રમુખશ્રી રમણીકભાઈ લાડાણી ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નયનભાઈ જીવાણી ઉપલેટા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ જિલ્લા ખરીદ વેચાણ સંઘના ઉપ પ્રમુખ દલપતભાઈ માકડિયા તેમજ ખેડૂત આગેવાનો જીતુભાઈ માકડિયા નવનીતભાઈ ડેડકીયા હસમુખભાઈ સીસાગીયા હકાભાઇ માકડિયા ટીંબડી ગામના ધીરુભાઈ માકડિયા ખીરસરા તાલુકા પંચાયતના સદસ્યશ્રી પૂર્વ સરપંચ અરણી ગામના આગેવાનો તેમજ આજુબાજુના ગામના વિવિધ સરપંચશ્રી દ્વારા નર્મદાના નવા નીરના ફૂલ તેમજ શ્રીફળ દ્વારા વધામણા કરવામાં આવ્યા નર્મદાનું પાણી મોજનદીમાં આવતા આજુબાજુના ૩૦ કી.મી. આવતા ગામોના ખેડૂતોનો પાણીનો પ્રશ્ન અને ઉપલેટા નગરપાલિકાના અને ભાયાવદર નગરપાલિકા મળીને આશરે બે લાખની વસ્તીને પીવાનું પાણી નો પ્રશ્ન હલ થયેલ છે જેથી આપણા ધારાસભ્યશ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયા અર્થાક પ્રયત્નથી આ પાણી મોજનદીમાં આવતા તેમનો આભાર માનવામાં આવે છે. મોજડેમની અંદર નર્મદાના નીર આવતા પાણીનો પ્રશ્ન કાયમીમાટે હલ થઈ ગયો આ બાબતે ઉપલેટા તાલુકાના આગેવાનો તેમજ રહીસો આ દેસના યશસ્વી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માને છે કે જેમનું સપનું હતું કે સૌની યોજના મારફત હર ઘર નલ સે જલ આવે તે સપનું આજે સાકાર થયું છે સાથે સાથે આપણા ગુજરાત રાજયના માન. મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ માન. કેબીનેટમંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા આપણા સાંસદ રમેશભાઈ ધડુક તેમજ આપણા ધારાસભ્યશ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયાનો ઉપલેટા તાલુકાના વિવિધ આગેવાનો તેમજ રહીસો આભાર માને છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!