BHUJGUJARATKUTCH

સાંસદશ્રી સાથે કચ્છી હાથ વણાટ કારીગરોનું પ્રતિનિધિ મંડળ દિલ્હી મધ્યે ટેક્ષટાઇલ રાજય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ ની મુલાકાત લઇ રજુઆત કરી. 

૧૯-ડિસેમ્બર.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી  – ભુજ કચ્છ.

ભુજ કચ્છ :- ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી અને કચ્છ ના લોકપ્રિય સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા સાથે વણકરભાઈ પ્રતિનિધિ મંડળ ભારત સરકારના ટેક્ષટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશ ની રૂબરૂ મુલાકાત લઇ હેન્ડીક્રાફ્ટ ને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા.

સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ પ્રતિનિધી મંડળ સાથે ટેક્ષટાઇલ રાજયમંત્રી દર્શનાબેન જરદોશ પાસે રજુઆત કરતાં જણાવ્યુ હતું કે, વિશ્વ વિખ્યાત કચ્છી શાલ ને હેન્ડલૂમ માં સમાવેશ કરેલ છે. જે કચ્છી શાલ આંગળી ના ટેરવા થી ડિઝાઇનો બનાવાય છે જે માત્ર પ્લેન કાપડ નથી શાલ પર વિશેષ ભરતકામ કરીને તેને બજાર માં મૂકવામાં આવે છે. તેથી કચ્છી શાલ ની ગણના હેન્ડીક્રાફ્ટ તરીકે કરવા વિગતવાર રજુઆત કરવામાં આવી હતી. કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે તેમની રજુઆત ની નોંધ લઇ તેમના પ્રશ્નનું ટુંક સમયમાં નિરાકરણ થશે તેવી ખાત્રી આપી હતી. હાથ વણાટ ને જીયોગ્રાફિકલ ઈન્ડીકેશન (GI) ટેગ મળેલ છે. તેવી કચ્છી શાલના વણાટ પ્રતિનિધિ મંડળે જણાવતા મંત્રીશ્રી એ તેમને દરેક હેન્ડીક્રાફ્ટ – હાથ વણાટ ના ઉપર GI ટેગ લગાડવાનું સૂચન કર્યું હતું. ટેક્ષટાઇલ રાજયમંત્રીશ્રી ને કારીગર પ્રતિનિધિ મંડળ તથા સાંસદશ્રીએ કચ્છ પધારવા તથા કલા નિરીક્ષણ કરવાનું નિમંત્રણ આપ્યું હતું. સાંસદશ્રી વિનોદ ચાવડા સાથે પ્રતિનિધિ મંડળમાં રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા સર્વશ્રી ગાભુભાઇ વણકર, નાનજીભાઇ વણકર, શામજીભાઇ વણકર, તથા ભુજોડી સુતર ઉન હાથ વણાટ સહકારી મંડળીના પ્રમુખ શ્રી પ્રેમજીભાઇ મંગરીયા ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!