BHARUCH

આજરોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિન ના દિવસે રૂનાડ ગામની પ્રાથમિક શાળામાં પી.આઇ. હસ્તક પ્રથમ ફાઉન્ડેશન દ્વારા વિજ્ઞાન મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું.

આજરોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિન ના દિવસે રૂનાડ ગામની પ્રાથમિક શાળામાં પી.આઇ. હસ્તક પ્રથમ ફાઉન્ડેશન દ્વારા વિજ્ઞાન મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું. જેમાં રૂનાડ ગામના સરપંચ શ્રીમતી અરુણાબેન અર્જુનભાઇ તથા ઉપસરપંચ શ્રીમતી શારદાબેન મૂકેશભાઇ, એસ.એમ.સી.ના સભ્ય શ્રીમતી રેણુકાબેન વિક્રમ સિંહ ખાસ ઉપસ્થિત રહયા હતા. આજના રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણીમાં રૂનાડની શ્રી રામ કબીર ઉ.બુ.વિદ્યાલય ના આચાર્યશ્રી છગનભાઈ પરમારે પ્રાસંગિક ઉદ્બોધન કરી જણાવ્યું કે આજે સવાર થઈ ઉઠે તે છેક રાત્રે સૂઈ જઈએ ત્યારે દરેક બાબતમાં વિજ્ઞાનની અવનવી શોધો આપણી સુખાકારીમાં વધારો કરે છે. તો પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ભીખુભાઈ મકવાણા સાહેબ આજના દિવસની મહત્તા સમજાવતા જણાવ્યું કે ડૉ. સી.વી.રામને આજના દિવસે પ્રકાશ ના વક્રીભવન નો સિધ્ધાંત ની શોધ કરી હતી. છિદ્રાથી ખાસ પધારેલા આચાર્યશ્રી મહાવીરસિંહ સાહેબે વિજ્ઞાન ની પ્રગતિમાં આપણી ભારતીય સંસ્કૃતિમાં માતૃદેવો ભવ: અને પિતૃદેવો ભવઃ ભૂલાઈ ન જાય તે માટે માતા-પિતાને નમસ્કાર કરવાની મહત્વ ની વાત કરી હતી. કાર્યક્રમ બાદ ગામના સરપંચે રીબીન કાપીને પ્રદર્શન ખુલ્લુ મૂકયુ હતું. તેની સાથે જ રૂનાડ હાઇસ્કૂલ, કનગામ પ્રા.શા., થાવા પ્રા.શા. અને વારેજા પ્રા.શા. તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રથમ ફાઉન્ડેશન ની ટીમ તથા પ્રા.શા.ના પરિવારે ખૂબ જ જહેમત ઉઠાવી હતી. રૂનાડ ની 50 જેટલી કૃતિઓ એ ભાગ લીધો હતો. આમ આ કાર્યક્રમ ખૂબ જ સફળતા પૂર્વક સંપન્ન થયો હતો.

રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

Back to top button
error: Content is protected !!