MORBIMORBI CITY / TALUKO

MORBI:લાયન્સ કલબ અને લિયો કલબ મોરબી સિટી દ્વારા નેત્ર યજ્ઞ અને ઓર્થોપેડીક કેમ્પ યોજાયો

લાયન્સ કલબ અને લિયો કલબ મોરબી સિટી દ્વારા નેત્ર યજ્ઞ અને ઓર્થોપેડીક કેમ્પ યોજાયો

તાજેતર માં લાયન્સ કલબ મોરબી સિટી અને લિયો કલબ ઓફ મોરબી સિટી દ્વારા સ્વ.જીજ્ઞાબેન સનતભાઇ સુરાણીનાં આત્મશ્રેયાર્થે શ્રી ગોપાલભાઈ મોહનભાઈ ચારોલા અને સંતભાઈ સૂરાણીનાં સૌજન્યથી
વિનામૂલ્યે 14 મો નેત્ર યજ્ઞ અને 8 મોં ઓર્થોપેડીક કેમ્પ વરિયા પ્રજાપતિ બોર્ડિંગ સો ઓરડી ખાતે યોજાયો
જેમાં ખુબજ મોટી સંખ્યામાં લાભાર્થી એ લાભ લીધો આંખના વિભાગમાં 105દર્દીઓ અને ઓર્થોપેડીક વિભાગમાં 35 દર્દીઓએ લાભ લીધો મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાશજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા અને જેમને ઓર્થોપેડીકમાં વધુ સારવાર માટે જરૂર હોય તેમને મોરબીની આયુષ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
આ કેમ્પને સફળ બનાવવા લાયન્સ કલબ ઓફ મોરબી સિટીનાં પ્રમુખ કેશુભાઇ દેત્રોજા, ખજાનચી મણીલાલ કાવર, સેક્રેટરી ટી.સી. ફૂલતરીયા,લા. પ્રાણજીવનભાઈ રંગગપડિયા લા. એ. એસ.શુરાણી ,લિયો બંસી રૂપાલા સાથે વરિયા વિદ્યોતેજક મંડળનાં પ્રમુખ ગોકળભાઈ ભોરણિયા, કાર્યકારી પ્રમુખ ભાવેશભાઈ વામજા તેમજ પ્રજાપતિ સમાજના સર્વે સેવા ભાવી મિત્રો, પ્રોજેકટ ચેરમેન લા.રશ્મિકા રૂપાલા, લા.મહાદેવભાઈ ઉટવાડીયા, લા.બીરેન્દ્ર સિંહ રાઠોડ દ્વાર ખૂબ જહેમત ઉઠાવેલ હતી. આ સેવા યજ્ઞમાં લાયન્સ ઇન્ટરનેશનલનાં સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશ રૂપાલા અને સંદેશ બ્યુરો દિલીપભાઈ બરાશરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમ ક્લબના સેક્રેટરી ટી.સી.ફૂલતરિયા
એ જણાવેલ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!