JETPURRAJKOT

ગોંડલ ચોકડી ખાતે આશરે રૂ.૮૯ કરોડના ખર્ચે બનેલા સિક્સ લેન ઓવરબ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

તા.૫ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

૧.૨૦ કિલોમીટર લાંબા ઓવરબ્રિજના કારણે નાગરિકો માટે રાજકોટ – જેતપુર – ગોંડલની મુસાફરી વધુ સુગમ અને ઝડપી બનશે

વિકાસના પથ ઉપર અગ્રેસર રહેવાની નેમ સાથે કામ કરતી સરકાર દ્વારા રાજકોટ જિલ્લાને માર્ગ-પરિવહન ક્ષેત્રે વધુ એક ભેટ આપતા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે આશરે રૂપિયા ૮૯ કરોડના ખર્ચે ગોંડલ ચોકડી ખાતે તૈયાર થયેલા સિકસ લેન ઓવરબ્રિજનું ઉદઘાટન કરીને લોકાર્પિત કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વિધિવત શ્રીફળ વધેરીને તકતીનું અનાવરણ કરીને બ્રિજને ખુલ્લો મુક્યો હતો.

આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ સ્વાગત પ્રવચન કરતા મુખ્યમંત્રીશ્રીને ગોંડલ ચોકડી બ્રિજની કામગીરી અંગેની વિગતો આપી હતી.

ઉલ્લેનીય છે કે, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નિર્મિત આ ૧.૨૦ કિલોમીટર લાંબા સિકસ લેન ઓવરબ્રિજને કારણે રાજકોટ – જેતપુર – ગોંડલ સહિત અમદાવાદ, પોરબંદર અને સોમનાથની મુસાફરી વધુ સુગમ બનશે. સિંગલ પિયર પર સિક્સ લેન એલિવેટેડ આ ફ્લાયઓવર બંને બાજુઓ પર કેન્ટીલીવર પોરિયન પ્રીકાસ્ટ RCC પર આધારિત છે. આ ફ્લાયઓવરના નિર્માણથી ભારે ટ્રાફિકની સમસ્યા હળવી થવા સાથે મુસાફરી ઝડપી બનશે અને લોકોની સુવિધામાં વધારો થશે. આગામી સમયમાં ફ્લાયઓવરની નીચે લેન્ડસ્કેપીંગની કામગીરી પણ કરવામાં આવશે. છોડ અને ફૂલોની વચ્ચે સરળતાથી હરી ફરી શકાય તેવી સુવિધા સાથે અત્યાધુનિક કોંક્રિટ સ્ટ્રકચર સાથે નૈસર્ગિક સૌંદર્યના સમન્વય સાથેનું સુંદર દૃશ્ય ઊભું કરશે.

આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી સર્વેશ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, શ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ સર્વેશ્રી મોહનભાઈ કુંડારીયા, શ્રી રમેશભાઈ ધડુક, શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્ય સર્વશ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી ઉદયભાઈ કાનગડ, મેયર શ્રી પ્રદિપ ડવ, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભુપતભાઈ બોદર, અગ્રણીશ્રી કમલેશ મીરાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, પોલીસ કમિશનર શ્રી રાજૂ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશનર શ્રી અમીત અરોરા, પી.જી.વી.સી.એલ.એમ.ડી શ્રી વરુણ કુમાર બરનવાલ, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રાદેશિક અધિકારીશ્રી એન. એન. ગિરી, પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સંજય યાદવ, પ્રાંત અધિકારશ્રી સંદીપ વર્મા તેમજ શ્રી સૂરજ સુથાર તેમજ બ્રિજ નિર્માણ સાથે જોડાયેલા સંબંધિત મુખ્ય અધિકારીશ્રીઓ અને ઇજનેરો ઉપસ્થિત રહ્યા હતાં.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!