JUNAGADHJUNAGADH CITY / TALUKO

ગીરનાર લીલી પરીક્રમાં 8 DYSP, 18 PI, 110 PSI સહીત 2841 પોલીસ સ્ટાફ સાથે SRPF ની 2 કંપનીનો ચુસ્ત બંદોબસ્ત

ગીરનાર લીલી પરીક્રમાં 8 DYSP, 18 PI, 110 PSI સહીત 2841 પોલીસ સ્ટાફ સાથે SRPF ની 2 કંપનીનો ચુસ્ત બંદોબસ્ત
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : પરિક્રમા બંદોબસ્ત 6 ઝોનમાં રાખવામાં આવ્યો છે, તેમજ ગીરનાર લીલી પરીક્રમાં બંદોબસ્તમાં અધિકારી DYSP-08, PI-18, PSI-110 સહીત કુલ – 136 તથા પોલીસ કર્મચારી-1726 તથા હોમગાર્ડ સભ્ય-435, જીઆરડી સભ્ય 680 સહીત કુલ – 2841 કર્મચારી તથા 2 SRPF ની કંપનીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ SDRF ની બે ટીમ પરિક્રમાના રૂટ પર સતત પોતાની ફરજ બજાવશે .અને પરિક્રમામાં ગુનાઓ બનતા અટકાવવા 12 ટીમ સર્વેલન્સ માટે રોઉન્ડ ઘી કલોક તમામ ઝોન માં ટોટલ 72 કર્મચારી સાથે ફરજ સોંપવામાં આવી છે. તથા મહિલાઓ ની સુરક્ષા માટે SHE Team ની 10 ટીમ સતત કાર્યરત રહેશે. આ ઉપરાંત નેત્રમ શાખા દ્વારા ભવનાથ રુટ ઉપર તથા સિટીમાં મળી કુલ 285 કેમેરા દ્વારા સતત મોનીટરીંગ રાખવામાં આવશે.
આ પરિક્રમામાં બોડીવોર્ન કેમેરા 125, ૨સા – 20, હાથબતી-65, અગ્નિ સામક 49, વોકીટોકી 210 નાઇટ વિઝન બાયનોક્યુલર 07, મેગા ફોન 36, વાય઼લેશ સેટ – 55, રાવટી 45 જેટલી સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
જૂનાગઢ ગીરનાર તળેટી વિસ્તારમાં ગીરનાર લીલી પરીક્રમામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે te માટે કુલ-૨૫૫ ઇસમો વિરુધ્ધ કર્યદેસરની કામગીરી કરવામાં આવી છે તેમજ ટ્રાફિક ને અડચણરૂપ કુલ – 50 વાહનો ટોઇંગ કરવામાં આવ્યા હતા. આ લીલી પરીક્રમામાં સંતો, મહંતો, ભાવીકો, શ્રધ્ધાળુઓ આ ગીરનારની લીલી પરીક્રમામાં દર્શાનાર્થે તેમજ પ્રવાસે મોટી સંખ્યામાં આવતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે પણ ગીરનાર લીલી પરીક્રમામાં દર વર્ષેની જેમ ચાલુ વર્ષે પણ 15 લાખથી વધુ શ્રધ્ધાળુઓ ઉમટી પડે તેવી શકયતા છે. જેને લઈ જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાજાડીયાની સુચના અને એસપી હર્ષદ મહેતાનાં માર્ગદર્શનમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાય માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ ગીરનારની લીલી પરીક્રમામાં આવનાર શ્રધ્ધાળુઓને કોઇ અગવડ ન પડે અને આશરે ૩૬ કિલોમીટર જેટલો ફોરેસ્ટ વિસ્તાર છે. જે ફોરેસ્ટ વિસ્તારમાં શ્રધ્ધાળુઓને સહેલાઇથી પોલીસ મદદ મળી રહે તે માટે તમામ પોલીસ ગણને પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તેમજ ગીરનારની લીલી પરીક્રમામાં દર વર્ષે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. ત્યારે એસપી હર્ષદ મહેતા દ્વારા નળપાણીની ઘોડી, માળવેલા ઘોડીના કપરા ચઢાણ છે. જ્યાં વૃધ્ધ લોકો આવા કપરા ચઢાણ ચડી શકવા સક્ષમ ન હોય ત્યાં પોલીસ લાઠી બની મદદ કરવા જણાવવામાં આવ્યું હતું. અને દરેક રાવટીઓમાં રાઉન્ડ ધ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ત્યારે પરીક્રમા રાતના માળવેલા રાવટી ખાતે માળવેલાની ઘોડી ઉતરતી વખતે એક વૃદ્ધાનો પગ લપસતા તે પડી ગયા હતા. અને આંખના ભાગે વાગ્યું હતું. ત્યારે માળવેલા પોલીસ રાવટી આવતા પોલીસે તાત્કાલિક ફર્સ્ટ એડ આપી પાટો બાંધી આપી વૃદ્ધાને તાત્કાલિક સારવાર આપી હતી.
તેમજ રૂપાયતન જોન નજીક લાલ ઢોરી ત્રણ રસ્તા પાસે એક યાત્રાળુને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારે ડીવાયએસપી દિનેશ કોડિયાતરની ટીમના પોલીસ કર્મચારીઓએ પહોંચી તાત્કાલિક સીપીઆર આપી હતી. ને ત્યાર બાદ યાત્રાળુને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ પ્રજાનો મિત્ર અને સુરક્ષા માટેની જવાબદારી નિભાવી હતી.
ગીરનાર પરીક્રમા દરમ્યાન ભીડનો લાભ ઉઠાવી પીક પોકેટીંગ, મોબાઇલ ચોરી તથા ચીલ ઝડપ જેવા ગુન્હાઓ આચરતા ઇસમોને પકડવા ખાસ 5 ટીમોની રચના કરવામાં આવી છે.ગીરનાર પરીક્રમા કરવા આવેલ બાળકો, મહિલા, વૃધ્ધ તથા સીનીયર સીટીજનને કોઇ અગવડ ન પડે તે માટે જિલ્લાની શી ટીમને રાઉન્ડ ધ કલોક એકટીવ રાખવામાં આવેલ છે.
જુનાગઢ એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે ગઈકાલથી ગિરનારની પરિક્રમા જે શરૂ કરવામાં આવી છે જેમાં પોલીસની અલગ અલગ ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી છે. આ પરિક્રમામાં 3,000 જેટલા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને સર્વે લેન્સની ટીમ દ્વારા પરિક્રમામાં આવતા યાત્રાળુઓની કીમતી ચીજ વસ્તુઓ ચોરતા કુલ ૪૩ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ ૨૬૫ થી વધુ ઇસમોને શંકાસ્પદ હાલતમાં પકડી પૂછપરછ કરવામાં આવી હતી. ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા નડતરરૂપ ૬૧ જેટલા વાહનોને ડીટેઇન કરવામાં આવ્યા હતા. પોલીસ વિભાગની ટીમ દ્વારા એક યાત્રાળુને સપીઆરની સારવાર આપી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!