GUJARAT

જંબુસર નગરપાલિકા ખાતે નવા પ્રમુખની પ્રથમ જનરલ સભા યોજાઇ

જંબુસર નગરપાલિકા ખાતે નવા પ્રમુખના અધ્યક્ષ સ્થાને પ્રથમ જનરલ સભા યોજાઈ જેમાં અમુક કામોના વિરોધ વચ્ચે બોર્ડ શાંતિ પૂર્વક યોજાઈ હતી.
જંબુસર નગરપાલિકાના નવા પ્રમુખ અમિષાબેન વિરેનભાઈ શાહના અધ્યક્ષ સ્થાને પ્રથમ જનરલ સભા પાલિકા ખાતે યોજાઇ હતી. જેમાં કુલ 28 સદસ્યો પૈકી 26 સદસ્યો હાજર રહ્યા હતા. છાપામાં કુલ 31 કામો એજન્ડા પર હતા.જેમાં ત્રિમાસિક હિસાબો મંજૂર કરવા, સફાઈ ઉપકર, આજીવન વાહનવેરા, કરવેરામાં વળતર આપવા, ગટરવેરા,પાણી વેરા, સ્ટ્રીટ લાઈટ વેરા, મિલકત માલિક નામ ટ્રાન્સફરફી, તથા નગરપાલિકાની માલિકીની જગ્યામાં દુકાનોના ભાડા અંગેના નિયમ, રખડતા ઢોર અંગે નિયંત્રણ, અને ભૂગર્ભ ગટર યોજના વર્ક ઓર્ડર અને હુકમો નું કામ સહિતના કામો હતા. જેના અમુક કામોમાં વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરાયો હતો. જ્યારે બાકીના કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. જંબુસર નગરપાલિકા વિરોધ પક્ષ દ્વારા નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખનું પુષ્પગુચ્છ થી સન્માન કરાયું હતું. નવનીત પ્રમુખ ની પહેલી બોર્ડ મિટિંગમાં વિરોધ પક્ષના વિરોધ અને કોલાહલ વચ્ચે બોર્ડ મીટીંગ પૂર્ણ થઈ હતી.
ગતરોજ નર્મદા નદીમાં પાણીની આવક વધતા કુદરતી હોનારત સર્જાઇ હતી. અને ઠેરઠેર જળબંબાકાર ના દ્રશ્યો સાથે લોકોને પારાવાર નુકસાની પહોંચી છે ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. રહીશોની હાલત કફોડી બની છે ત્યારે આરએસએસ દ્વારા સેવાની ભાવના અર્થે મનન પટેલે બોર્ડ મીટીંગ પછી દરેક સદસ્યોને સેવા કરવા અપીલ કરી હતી.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!