SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરે ‘વિશ્વ યોગ દિવસ’ ની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઈ.

તા.09/06/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

આગામી તા.૨૧મી જૂન, ૨૦૨૩ના રોજ યોજાનાર વિશ્વ યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીનાં ભાગરૂપે કલેક્ટર કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે એક બેઠક યોજાઇ હતી આ બેઠકમાં કલેક્ટરએ વિવિધ વિભાગોએ યોગ દિવસની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે કરવાની થતી કામગીરી વિશે વિસ્તૃત જાણકારી આપી જરૂરી માર્ગદર્શન સૂચના આપ્યા હતા માનસિક શારીરિક સ્વાસ્થ્યની જાળવણી માટે યોગ અસરકારક છે ત્યારે વધુને વધુ નાગરિકો આ ઉજવણીનાં માધ્યમથી યોગ સાથે જોડાય તે દિશામાં કામગીરી કરવા કલેક્ટરએ જણાવ્યું હતું. યોગ દિવસની ઉજવણી માત્ર એક ઔપચારિકતા ન બની રહે પરંતુ યોગ દરેક નાગરિકની જીવન શૈલીમાં વણાય તે પ્રકારે કામગીરી કરવા અને સમાજનાં વિવિધ વર્ગોને આ ઉજવણીમાં સાંકળી લેવા અંગે તેમણે સૂચના આપી હતી યોગ દિવસની ઉજવણી પૂર્વે પણ જિલ્લામાં વિવિધ યોગલક્ષી કાર્યક્રમોનું આયોજન કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે યોગ દિવસની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે તા. ૧૫ જૂનના રોજ પંચાયત વિભાગ દ્વારા ગ્રામ પંચાયતોમાં મુખ્ય માર્ગો પર યોગ યાત્રાનું આયોજન કરવામાં આવશે તા. ૧૪ જૂન થી ૨૦ જૂન દરમિયાન તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત દ્વારા વિવિધ યોગ સેશનનું આયોજન કરવામાં આવશે તેમજ ૧૬ જૂનના રોજ આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તમામ PHC, CHC અને હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર પર યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેમજ OPD સમયે દર્દીઓને યોગનું મહત્વ પણ સમજાવવામાં આવશે તા.૧૭ જૂનના રોજ શિક્ષણ વિભાગ દ્વારા પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવશે તેમજ આચાર્ય દ્વારા ભારતીય સંસ્કૃતિમાં યોગનું મહત્વ અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવશે વધુમાં શાળાઓમાં શૈક્ષણિક સમય દરમિયાન નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવશે આમ બાળકો થકી વાલીઓને પણ યોગનું મહત્વ સમજાવી શકાય તા.૧૮ જૂનના રોજ ગૃહ વિભાગ દ્વારા બાઇક રેલીના માધ્યમથી જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જિલ્લામાંથી પસંદગી પામેલ બે આઇકોનિક સ્થળ હવા મહેલ અને મેડિકલ કોલેજ ખાતે યોગ કાર્યક્રમનાં આયોજન અંગે જિલ્લા સમાહર્તાએ વિગતવાર ચર્ચા કરી હતી આ ઉપરાંત, જિલ્લામાં નિર્માણ પામેલ ૭૫ જેટલા અમૃત સરોવરો પર પણ યોગ દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે વધુમાં વધુ લોકો તેમાં સહભાગી બને તેમ કામગીરી કરવા સાથે આ બધા જ કાર્યક્રમોમાં જિલ્લાની તમામ સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાઈને પોતાનો સહયોગ આપે તેવી અપીલ કલેક્ટરએ કરી હતી.

Back to top button
error: Content is protected !!