GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર બાયપાસ રોડ પર રસ્તા અને પાણીની સુવિધા આપવા મહિલાઓની પાલિકામાં રજૂઆત

તા.25/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના બાયપાસ રોડ પર આવેલી સાઇ હોટલ પાસેની સોસાયટીમાં રોડ રસ્તા અને પીવાના પાણીની સમસ્યા મુદ્દે પાલિકા તંત્રમાં અનેક રજૂઆત છતા સમસ્યાનું નિરાકરણ ન આવતા વિસ્તારના લોકોમાં રોષ ફેલાયો છે મહિલાઓએ આ અંગે પાલિકા કચેરીમાં રૂબરૂ જઇ રજૂઆતો કરી હતી સુરેન્દ્રનગર શહેરનો વિસ્તાર વધતા હાલ નવી નવી સોસાયટીઓ બની રહી છે પરંતુ તેમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકો પરેશાની ભોગવી રહ્યા છે ત્યારે બાયપાસ રોડ પર આવેલી નવી બનેલી સોસાયટીમાં પાણી નહીં મળવાની અને પાકા રસ્તા નહીં બનવાની સમસ્યા છે તેની રજૂઆત છતા નિકાલ ન થતા રહીશોમાં રોષ ફેલાયો છે આ અંગે વોર્ડ નંબર 9 વિસ્તારના મહિલા સહિતના રહીશોએ જણાવ્યું કે અમારી સોસાયટીમાં 100થી વધુ મકાનોમા 500થી વધુ લોકો વસે છે સાઇ હોટલની બાજુની ગલીમાં અમારી સોસાયટી 5 વર્ષ જૂની છે 4 વર્ષથી પીવાના પાણી અને રસ્તા બાબતે પાલિકામાં રજૂઆત કરી તો પણ સમસ્યાનો નિકાલ નથી થતો આ અંગે પાલિકા દ્વારા તાત્કાલિક પગલા લઇ અમારી પાણી અને રસ્તાની સમસ્યાનો ઉકેલ થાય તેવી અમારી માંગ છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!