પ્રતિનિધિ:નડિયાદ
તસ્વીર:કુંજન પાટણવાડીયા
આરોપી: મિતુલકુમાર અંબાલાલ કાછીયા હોદ્દો:- નાયબ ચિટનીશ, સિંચાઇ વિભાગ જીલ્લા પંચાયત, ખેડા-નડીયાદ (વર્ગ-૩)
લાંચની માંગણીની રકમ : રૂ.૪,૦૫૦/-
લાંચની સ્વીકારેલ રકમ : રૂ.૪,૦૫૦/-
લાંચની રીકવર કરેલ રકમ : રૂ.૪,૦૫૦/-
ટ્રેપનુ સ્થળ:
જિલ્લા પંચાયત કચેરી નડીયાદ-ખેડા , સિંચાઇ શાખા વિભાગ, બીજો માળ નડીયાદ જી.ખેડા
ફરીયાદીશ્રીએ સરકારશ્રીની ૧૫ મી નાણાપંચની ગ્રાન્ટ હેઠળ અલીન્દ્દા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગટર લાઇનનું કામ પુર્ણ કરેલ જે કામના ફસ્ટ એન્ડ ફાઇનલ બીલ ની રકમ રૂ.૨,૭૦,૦૦૦/- થયેલ હતી આ બિલમાં ખેડા જિલ્લા પંચાયત કચેરી નડીયાદ ના સક્ષમ અધિકારી એકઝીકયુટીવ એન્જીનીયર , ઇરીગેશન ડીવીઝન , ખેડા જિલ્લા પંચાયત નડીયાદ નાઓની કાઉન્ટર સહી મેળવવી જરૂરી હોય આ કામના આરોપીએ કાઉન્ટર સહિ કરાવી આપેલ હતી જે કાઉન્ટર સહિ કરી આપવાના બદલામાં આ સક્ષમ અધિકારી એકઝીકયુટીવ એન્જીનીયર , ઇરીગેશન ડીવીઝન , ખેડા જિલ્લા પંચાયત નડીયાદ નાઓના નામથી આ કામના આરોપી મિતુલ અંબાલાલ કાછિયાએ ફરીયાદી પાસે તેઓએ કરેલ ગટરના કામના ફસ્ટ એન્ડ ફાઇનલ બીલની રકમ રૂ.૨,૭૦,૦૦૦/- ના દોઢ ટકા લેખે ફરીયાદી પાસે લાંચની માંગણી કરેલ. જે લાંચના નાણા રૂ.૨,૭૦,૦૦૦/- ના દોઢ ટકા લેખે રૂ.૪૦૫૦/- આ કામના ફરીયાદી આરોપી મિતુલ કાછિયાને આપવા માંગતા ન હોય ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ ખેડા જિલ્લા પંચાયત કચેરી સિંચાઇ શાખા ખાતે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપી મિતુલ કાછિયાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણા ની માગણી કરી રૂ.૪૦૫૦/- સ્વીકારી પકડાઈ જઇ રાજય સેવક તરીકેના હોદ્દા નો દૂરૂઉપયોગ કરી ગુન્હાહીત ગેરવર્તુણક કરી ગુન્હો કરેલ.
ટ્રેપિંગ અધિકારી :
શ્રી વી.આર.વસાવા, પો.ઇન્સ.
ખેડા, એ.સી.બી. પો.સ્ટે.નડીયાદ
તથા એ.સી.બી. સ્ટાફ