ઝઘડિયા તાલુકામાં વર્લ્ડ વિઝન ઇન્ડિયા સંસ્થા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં વર્લ્ડ વિઝન ઇન્ડિયા સંસ્થાના એરીયા ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત સંસ્થાના મેનેજર વિનીત મસીહના આયોજન હેઠળ કદવાલી, માલીપીપર, હિંગોરીયા, મોટાસોરવા ગામ અને વલા,સિમોદ્રા,વણખુટા જેસપોર,અને ધોળાકુવા ક્લસ્ટરના ૩૫૦૦ બાળકો અને ગામના સરપંચ સભ્યો આગેવાનો સાથે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ કરવાનો હેતુ એ હતો કે દર વર્ષે પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના ભાગરૂપે ઝઘડિયા તાલુકામાં વાવણી લાયક વરસાદ થતાં ગામડાના બાળકો દ્વારા પોતાના ઘર આંગણે અને વાડાની જમીનમાં વૃક્ષોનું રોપણ કરી તેમને પર્યાવરણનું મહત્વ સમજાવતા સંસ્થાના કાર્યકર જશવંતભાઈ અને વેન્સીબેને જણાવ્યું હતું કે પર્યાવરણ એ કુદરત દ્વારા આપણને આપેલી અમૂલ્ય ભેટ છે તેમાં આપણે સર્વ શ્વાસ લઈએ છીએ તે હવા આપણે પીએ છીએ એ પાણી ખેતી કરીએ છીએ તે જમીન અને વિવિધ વનસ્પતિ પ્રાણીઓની પ્રજાતિઓના સમાવેશ થાય છે આપણું પર્યાવરણ માત્ર આપણા અસ્તિત્વ માટે જ નિર્ણાયક છે તેથી આપણે દરેકે દર વર્ષે વધતા તાપમાનને કાબુમાં રાખવા વૃક્ષો કાપવા નહીં વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ અને બીજાને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા જોઈએ કારણ કે વિજ્ઞાન અને ટેકનોલોજી ના વિકાસથી ફૂંકાતા માનવી સમક્ષ પર્યાવરણની સુરક્ષા નો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે પર્યાવરણની સુરક્ષા માટે સમયસર પગલાં ભરવામાં નહીં આવે તો વાતાવરણને શુદ્ધ રાખવા અને વધતા તાપમાનને રોકવા ખૂબ જ મુશ્કેલ થઈ જશે
સાથે બાળકો એ વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો જેવા સૂત્રો દ્વારા અને વૃક્ષો વાવીને ગામ લોકોને જાગૃત કર્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા ઝઘડિયા આર એફ ઓ દ્વારા બાળકો માટે પૂરતા પ્રમાણમાં વૃક્ષો પુરા પાડવામાં આવ્યા હતા તેમજ કદવાલી,ડભાલ, હીંગોરીયા,રજલવાડા,માલીપીપર ગામના સરપંચ સભ્યો દ્વારા પ્લાન્ટને નર્સરી પરથી ગામ સુધી પહોંચાડવા માટે સહયોગ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સહયોગ કરનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો
ઈરફાન ખત્રી
રાજપારડી