GUJARATKUTCHMANDAVI

બિદડા કોમન સર્વિસ સેન્ટર દ્વારા મોરાવાડી (નાની ગુંદીયાળી) ખાતે વિવિઘ સરકારી-બિન સરકારી યોજનાઓ માટે કેમ્પ યોજવામાં આવ્યુ.

6-જાન્યુ.

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી કચ્છ :- માંડવી તાલુકાના મોરાવાડી (નાની ગુંદીયાળી) ગામે બિદડા કોમન સર્વીસ સેન્ટર દ્વારા ટીપીસીડીટી-મુન્દ્રા ના અધિકાર પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ સરકારી તથા બિન સરકારી યોજનાઓ માટે યોજનાકીય કેમ્પ યોજાયો હતો. જેથી ગ્રામજનોને ઘર આંગણે જ સરાકારશ્રીની સેવાઓ મળી રહે. આ કેમ્પ માં ભારત સરકારની “પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના” આયુષ્માન ભારત, પ્રધાન મંત્રી જનધન યોજના,પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાન મંત્રી જીવન જયોતિવીમા યોજના, આરોગ્ય વિભાગ નું આભા કાર્ડ, શ્રમ અને રોજગાર વિભાગના શ્રમિકો માટેના ઈ-શ્રમ કાર્ડ, પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજનાના ગેસ ધારકો માટે કે.વાય.સી. પ્રક્રીયા, પાન કાર્ડ વગેરે યોજનાઓને આવરી લેવામાં આવી હતી. અધિકાર પ્રોજેક્ટના અધિકારમિત્ર વિપુલભાઇ તથા ધ્રુવભાઈ એ કમ્પ્યુટર ઓપરેટિંગ કરી નોંધણી પ્રક્રિયા કરી હતી. આ કેમ્પ માટે ટાટા પાવર મુન્દ્રાના અતુલ કરવટકર અને પ્રવીણભાઇએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બિદડા સી.એસ.સી.ના વી.એલ.ઈ. ભરતભાઈ સંઘારે આયોજન પાર પાડ્યુ હતુ. આ કેમ્પની વ્યવસ્થા એ.સી.ટી. સંસ્થાના સહદેવસિંહ જાડેજા તથા એકતાબેને સંભાળી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!