AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

સરકારી ઇજનેરી કોલેજોના અધ્યાપકો સરકાર સામે આંદોલનના મૂડમાં !!!

ગુજરાત સરકારના કોઈ પણ વિભાગમાં કોઈ કર્મચારી/અધિકારી જોડાયા ના અમુક વર્ષો બાદ તેઓને ઉચ્ચતર પગાર ધોરણ અથવા બઢતી નિયમાનુસાર અને સમયસર મળી જતી હોય છે, જ્યારે રાજ્યની સરકારી ઇજનેરી કોલેજના તેમજ પોલિટેકનિકના અધ્યાપકો ઉચ્ચતર પગાર ધોરણ માટે છેલ્લા આઠ-આઠ વર્ષથી લાયક હોવા છતાં ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં આવ્યું નથી. ધણાં અધ્યાપકો તો ૧૨ વર્ષ પહેલાં જે પગાર ધોરણ માં નોકરી માં જોડાયા હતા તે જ પગાર ધોરણમાં હજુ પણ સેવા આપી રહ્યા છે.

  • ૫ સપ્ટેમ્બર: અધ્યાપકો દ્વારા એક દિવસીય કાળા કપડાં/કાળી પટ્ટી કાર્યક્રમ
  • ૧૧ સપ્ટેમ્બર થી ૧૬ સપ્ટેમ્બર: અધ્યાપકો દ્વારા બ્લેક સપ્તાહ કાર્યક્રમ
  • ૧૮ સપ્ટેમ્બર થી પડતર પ્રશ્નોનું ઉચિત નિરાકરણ આવે ત્યાં સુધી બિન શૈક્ષણિક કામગીરીનો બહિષ્કાર

નિયમ, કાયદા અને પરિપત્ર શું કહે છે?

AICTE, New Delhi દ્વારા માર્ચ, 2019 માં સાતમા પગારપંચ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ માર્ચ, 2020 માં રાજ્ય સરકારે સાતમા પગાર પંચનો સૈદ્ધાંતિક સ્વીકાર કરી પરિપત્ર બહાર પાડેલ. આજ AICTE Notification ને પણ ૦૪ વર્ષ થી વધુ સમય વીતી જવા છતાં પણ CAS (કૅરિયર એડવાન્સમેન્ટ સ્કીમ) અંગેના ધારાધોરણ ગુજરાત સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ નથી.

શિક્ષણ વિભાગ હેઠળ સમાવિષ્ટ ઉચ્ચ શિક્ષણ વિભાગના અધ્યાપકો માટે CAS અંગેનો ઠરાવ અંદાજે ૧૮ મહિના અગાઉ પ્રસિદ્ધ કરી દેવામાં આવેલ તેમજ તેના અનુસંધાન માં અંદાજે ૬ મહિના અગાઉ આશરે ૩૦૦ જેટલા અધ્યાપકોને ઉચ્ચતર પગાર ધોરણ લાગુ પાડી દેવામાં પણ આવ્યું છે.

CAS (કૅરિયર એડવાન્સમેન્ટ સ્કીમ) અંગેના ધારાધોરણ સરકારશ્રી દ્વારા હજુ સુધી ટેકનિકલ કોલેજો માટે નક્કી જ કરવામાં આવેલ નથી.  જેને પરિણામે રાજ્યની સરકારી ઇજનેરી કોલેજો તેમજ પોલિટેકનિક ના આશરે ૪૦૦૦ અધ્યાપકો છેલ્લા ૧૨ વર્ષથી એક જ પગાર ધોરણમાં ફરજ બજાવી રહ્યા છે.

તેઓને મળવા પાત્ર ઉચ્ચતર પગાર ધોરણ (કૅરિયર એડવાન્સમેન્ટ સ્કીમ) માટે અમારા મંડળ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત ટેકનિકલ શિક્ષણ વિભાગના નિયામકશ્રી થી લઈને રાજ્યના મુખ્યમંત્રીશ્રી સુધી અનેક વાર કરવામાં આવી છે. રજૂઆત ના આ સમયગાળામાં ૦૨ મુખ્યમંત્રી, ૦૩ શિક્ષણ મંત્રી, ૦૩ અગ્ર સચિવ (શિક્ષણ) તેમજ ૦૪ ટેકનિકલ શિક્ષણ નિયામક પણ બદલાયા. દરેક વખતના બદલાવ બાદ ઉચ્ચતર પગાર ધોરણ (કૅરિયર એડવાન્સમેન્ટ સ્કીમ) માટે લેખિત માં રજૂઆત કરી, સંબંધિત મંત્રીશ્રીઓનો સમય માંગી રૂબરૂ મુલાકાત કરી, મુદ્દાસર વિસ્તારપૂર્વક રજૂઆત કરી તેમ છતાં પણ આજ દિન સુધી CAS (કૅરિયર એડવાન્સમેન્ટ સ્કીમ) અંગે કોઈ ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવેલ નથી.

નેતાઓ દ્વારા ગુરુ પરંપરા અને ચાણક્યના સૂત્રો માત્ર મત માટે વપરાય છે. હકીકતમાં બાબુશાહી તેમનો ઉપયોગ નેતાઓ માટે સરકારી કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા જ કરે છે.

ટેકનિકલ શિક્ષણ વિભાગમાં આશરે ૬૦૦ (છ સો) જેટલા કોર્ટ કેસ હોવા એ વિભાગની નીતિરીતિ અને કાર્યક્ષમતા સામે ગંભીર પ્રશ્નો ઊભો કરે છે. મહિનાઓ અને વર્ષો સુધી રાહ જોવા છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવતાં રાજ્યની તમામ સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપકો એ તા.૫ સપ્ટેમ્બર,૨૦૨૩ થી ગાંધી ચિંધ્યા માર્ગે વિવિધ કાર્યક્રમ આપવાનું ઠરાવેલ છે.

તેમના દ્વારા સમયાંતરે રજુ થયેલ મુખ્ય પડતર પ્રશ્નો:

૧. CAS (કૅરિયર એડવાન્સમેન્ટ સ્કીમ): ૮ વર્ષથી વધુ સમય પસાર થવા છતાં સરકારી ઇજનેરી કોલેજ ના અધ્યાપકો ૧/૧/૨૦૧૬ થી મળવાપાત્ર CAS ના લાભથી વંચિત છે.

૨. ક્લાસ ૨ માંથી ક્લાસ ૧ ના પ્રમોશન :  છેલ્લાં કેટલાંય સમયથી અલગ-અલગ વિભાગ માં અલગ-અલગ કેડર નાં પ્રમોશન નાં ઓર્ડર થયા છે પરંતુ કોઈ પણ કારણો વગર ૧૨ વર્ષથી વધુ સમય થયો હોવા છતાં અને યોગ્ય જરૂરી લાયકાત ધરાવતા  હોવા છતાં સરકારી ઇજનેરી કોલેજ ના અધ્યાપકોને ક્લાસ ૨ માંથી ક્લાસ ૧ ના કોઈ પ્રમોશન જ મળેલ નથી.  અધ્યાપકોની કારકિર્દી ને નુકસાન થાય છે.

૩. સેવા સળંગ : ટેકનિકલ શિક્ષણ વિભાગમાં નિયમિત નિમણૂક પૂર્વેની એડહોક સેવાને સળંગ ગણવા નામદાર ગુજરાત હાઈકોર્ટ નો ચુકાદો આવેલ છે છતાં આવા અધ્યાપકોને રજા, પગાર, પગારધોરણ, પેન્શન હેતુસર સેવા સળંગ ગણવાના કોઈ જ આદેશ સરકાર દ્વારા આજ દિન સુધી થયેલ નથી જ્યારે આર્ટ્સ, સાયન્સ, કોમર્સ તથા મેડિકલ કોલેજોના અધ્યાપકોને આજ પ્રકારની સેવા સળંગ ગણવાના આદેશ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે.

૪. સ્વ વિનંતી બદલી : ઘણા અધ્યાપકોએ વિવિધ સંસ્થાઓમાં 5 વર્ષથી વધુ નિષ્ઠાપૂર્વક સેવા આપેલ છે અને વિનંતી બદલીની અરજી કરેલ છે.

૫. બિન શૈક્ષણિક કામગીરી : રાજ્યની સરકારી ઇજનેરી કોલેજો  ખાતે વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3ની મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી છે. જેથી ઘણી બિન શૈક્ષણિક કામગીરી નું ભારણ હયાત અધ્યાપકો ઉપર આવી રહ્યું છે. જેનાથી વિદ્યાર્થીઓના શિક્ષણ તથા અન્ય વહીવટી કામગીરીને ગંભીર અસર થાય છે.

૬. M.E./Ph.D. ઉચ્ચ અભ્યાસ માટે ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા કેટલાક સમય થી ડેપ્યુટેશનના કોઈ જ આદેશ ના કરતાં અધ્યાપકો તેમની કારકિર્દી માટે અનિવાર્ય અભ્યાસ ના કરી શકતાં ખૂબ જ તણાવ અનુભવે છે.

પડતર પ્રશ્નો માટે સોશ્યલ મિડીયા અભિયાન: ૫ સપ્ટેમ્બર થી પડતર પ્રશ્નો નું સુખદ નિરાકરણ  આવે ત્યાં સુધી તમામ સભ્યો દ્વારા પોતાના અધિકાર માટે સોશ્યલ મિડીયા ના તમામ પ્લેટફોર્મ ઉપર પડતર પ્રશ્નો અંગે ના મેસેજ/પોસ્ટર/સૂત્રો  share કરવા.

Stage-1:  ૫ સપ્ટેમ્બર – એક દિવસીય કાળા કપડાં/કાળી પટ્ટી કાર્યક્રમ

તમામ સભ્યો  ૫ સપ્ટેમ્બર  ના રોજ કાળા કપડા પહેરશે અને કાળી પટ્ટી ધારણ કરશે.

શૈક્ષણિક સિવાય ના સમય દરમ્યાન કે રિસેસ દરમ્યાન સંસ્થા ખાતે તમામ સભ્યો એકત્રિત થઇ બૅનર/પોસ્ટર સાથે સુત્રોચ્ચાર  કરશે.

Stage-2:  ૧૧ સપ્ટેમ્બર થી ૧૬ સપ્ટેમ્બર: બ્લેક સપ્તાહ કાર્યક્રમ 

તમામ સભ્યો  ૧૧ સપ્ટેમ્બર થી ૧૬ સપ્ટેમ્બર સુધી  કાળા કપડા પહેરશે / કાળી પટ્ટી ધારણ કરશે.  શૈક્ષણિક સિવાય ના સમય દરમ્યાન કે રિસેસ દરમ્યાન સંસ્થા ખાતે તમામ સભ્યો એકત્રિત થઇ બૅનર/પોસ્ટર સાથે સુત્રોચાર કરશે.

Stage-3: ૧૮ સપ્ટેમ્બર થી પડતર પ્રશ્નો નું ઉચિત નિરાકરણ આવે ત્યાં સુધી

અધ્યાપકો દ્વારા કહેવમાં આવ્યું છે કે ઉપરોક્ત આંદોલનાત્મક કાર્યક્રમો કરવાથી પણ જો પડતર પ્રશ્નો નું સુખદ નિરાકરણ નહિ આવે તો ગાંધીનગર ખાતે પરિવારના સભ્યો સાથે ઘરણા કરવામાં આવશે. જરૂર પડશે તો મંડળ દ્વારા આનાથી પણ ઉગ્ર અંદોલનત્મક કાર્યક્રમો જાહેર કરવામાં આવનાર છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!