NATIONAL

આધારકાર્ડ સાથે ચૂંટણી કાર્ડને લિંક કરવાની સરકારે સમયમર્યાદા વધારી

આધાર અને ચૂંટણી કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી જેની તારીખમાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. હવે આધાર અને ચૂંટણી કાર્ડ લિંક કરવા માંગતા લોકોને વધારે સમય મળી ગયો છે. મળતી માહિતી પ્રમાણે સરકાર લિંક કરવાની સમયમર્યાદામાં વધારો કર્યો છે. સરકારે લોકોની માંગને ઘ્યાને લઈને આ નિર્ણય લીધો છે. કાયદા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ ગેજેટમાં આ માહિતી આપતા કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરવાની સમયમર્યાદા 1 એપ્રિલ, 2023 થી વધારીને 31 માર્ચ, 2024 કરી છે. ગઈકાલે આ અંગેની સૂચના પ્રકાશિત કરવામાં આવી હતી.
જો કે હજુ સુધી પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદા વધારવાની માંગ પર સરકાર તરફથી કોઈ જાહેરાત કરાઈ નથી. આધાર અને પાન કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. જો કોઈ વ્યક્તિ આ સમય મર્યાદામાં તેના Pan card અને આધારને લિંક નહીં કરે તો તેનું પાન કાર્ડ ડેએક્ટીવેટ થઈ જશે. આ 1000 રૂપિયા માટે દંડની જોગવાઈ પણ સરકારે કરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!