MEHSANAVIJAPUR

વિજાપુર વિધાનસભા 26 લોકસભાની ચૂંટણી મુદ્દે અધિકારીઓ દ્વારા રાજમાર્ગો રેલી કાઢી મતદાન માટે અપીલ કરાઇ

વિજાપુર વિધાનસભા 26 લોકસભાની ચૂંટણી મુદ્દે અધિકારીઓ દ્વારા રાજમાર્ગો રેલી કાઢી મતદાન માટે અપીલ કરાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકામાં થઈ રહેલી વિધાનસભા26 ની પેટા ચૂંટણી તેમજ લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય તેવા ઉદ્દેશ સાથે મામલતદાર જે.એસ.પટેલ દ્વારા મામલતદાર કચેરી થી રન ફોર વોટ અંતર્ગત અધિકારીઓ કર્મચારીઓ દ્વારા રેલી કાઢી વિવિધ બેનરો સાથે મતદાન માટે અપીલ કરવામાં આવી હતી. આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફેરવવા માં આવી હતી.જેમાં નગરપાલિકા કર્મચારીઓ આઈસીડીએસ વિભાગના કર્મચારીઓ આરોગ્ય વિભાગના કર્મચારીઓ તાલુકા પંચાયતના કર્મચારીઓ સહિત જોડાયા હતા. અને બેનરો ના માધ્યમ થી નગરજનો માં મતદાન નો ઉત્સાહ વધે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો રેલી સોસાયટી વિસ્તાર તેમજ ટીબી વિસ્તાર ખત્રીકુવા નગરપાલિકા હદ વિસ્તારમાં ફરી હતી. જેમાં મતદાન મહાદાન છે.તેવા બેનરો સાથે મહિલાઓ અને નવા નોંધાયેલ યુવા મતદારો ને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા રેલી મામલતદાર કચેરી થી નીકળી રાજમાર્ગો ઉપર ફરીને પરત ફરી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!