NAVSARI CITY / TALUKO

વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના  વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.

Back to top button
error: Content is protected !!