AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લા કલેક્ટર ના માર્ગદર્શન હેઠળ તમામ BLO તેમજ સુપરવાઝરઓની રિફ્રેશમેન્ટ તાલીમ યોજાઇ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ ડાંગ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની દુહાનના માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ હાથ ધરવામાં આવી રહેલ છે. જે અંતર્ગત ડાંગ જિલ્લામાં SIR ની EF વિતરણ અને ડિજિટાઇઝેશનની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થતાં આજરોજ માલેગામ ખાતે તમામ BLO તથા સુપરવાઝરશ્રીઓની રિફ્રેશમેન્ટ તાલીમ યોજાઇ હતી.મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો તેમજ નેટવર્ક વિહોણાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ જિલ્લાના BLO દ્વારા સમયમર્યામાં ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં આવી હતી. જે SIR ની ચૂંટણીલક્ષી કામગીરીને ૧૦૦ ટકા પૂર્ણ કરતાં આજરોજ જિલ્લા કલેક્ટર  શાલિની દુહાનના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી  કાજલ આંબલિયા તેમજ નાયબ ચૂંટણી અધિકારી  એમ.કે.ખાંટ દ્વારા મામલતદારઓ, સુપરવાઈઝરઓ,BLO ની કામગીરીને બિરદાવવા માટે આજે રિફ્રેશમેન્ટ તાલીમ યોજી સૌને અભિનંદન પાઠવ્યાં હતાં. આ તાલીમમાં BLO ને મનોરંજન સાથે વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી. તેમજ આગામી સમયમાં કરવાની કામગીરી અંગે માહિતી આપી હતી.

Back to top button
error: Content is protected !!