ARAVALLIMODASA

અરવલ્લીના ભિલોડા અને મેઘરજ તાલુકામાં દૂધ સંજીવની યોજના બાળકો માટે આશીર્વાદરૂપ બની

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લીના ભિલોડા અને મેઘરજ તાલુકામાં દૂધ સંજીવની યોજના બાળકો માટે આશીર્વાદરૂપ બની

ભિલોડા અને મેઘરજ તાલુકાના બાળકો ટેસ્ટી ફ્લેવર્સવાળા દૂધ પી ને બન્યા તાજામાજા

આદિવાસી વિસ્તારના બાળકોને પોષણયુક્ત ખોરાક આપી કુપોષણ દૂર કરવામાં હેતુથી શરૂ થયેલી દૂધ સંજીવની યોજના ભિલોડા અને મેઘરજ તાલુકાના બાળકો માટે અમૃત સમાન બની છે. બાળકો આ યોજના હેઠળ મળતા દૂધને મજાથી પીવે છે અને પોતાનું સ્વાસ્થ્ય ઉજ્જવળ બનાવે છે. આ યોજનાથી બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં વૃદ્ધિ જોવા મળી છે. બાળકોની સાથે સગર્ભા અને ધાત્રી માતાઓને પણ આ યોજના અંતર્ગત દૂધ આપવામાં આવે છે.

અરવલ્લી જીલ્લામાં ICDS શાખાના ભિલોડા અને મેઘરજ તાલુકાના ૬ માસથી ૩ વર્ષ અને ૩ થી ૬ વર્ષના બાળકો,સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. લાભાર્થીઓને દર અઠવાડિયે અલગ અલગ ૨ ફ્લેવરમાં જેવી કે ઈલાયચી અને બટરસ્કોચ યુક્ત દૂધ આપવામાં આવે છે. બાળક દીઠ ૧૦૦ ml દૂધ સોમ થી શુક્ર આપવામાં આવે છે. સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને દર બુધવાર અને શુક્રવારે ૨૦૦ ml દૂધ આપી આ યોજનાનો લાભ આપવામાં આવે છે.આમ, અમૃતસમા દૂધની મઝા માણીને બાળકો પોતાના તંદુરસ્ત ભવિષ્ય માટે આગળ વધે છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!