ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : મોડાસાના માલપુર રોડ પર અમુલ કોમ્પલેક્ષમાં તસ્કરો ત્રાટક્યા 7 દુકાનોના તાળા તૂટ્યા

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મોડાસાના માલપુર રોડ પર અમુલ કોમ્પલેક્ષમાં તસ્કરો ત્રાટક્યા 7 દુકાનોના તાળા તૂટ્યા

અરવલ્લી : મોડાસાના માલપુર રોડ પર અમુલ કોમ્પલેક્ષમાં તસ્કરો ત્રાટક્યા 7 દુકાનોના તાળા તૂટ્યા બે CCTV ડીવીઆર પણ ઉઠાવ્યા અરવલ્લી જીલ્લા સહિત મોડાસા શહેરમાં તસ્કર ટોળકીએ મજા મૂકી છે સમયાંતરે મોડાસા શહેરમાં ત્રાટકી ચોરીની ઘટનાને અંજામ આપી રહી છે મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ અમૂલ કોમ્પલેક્ષમાં ચોર ગેંગ ત્રાટકી 7 જેટલી દુકાનોના તાળાં તોડી કોમ્પ્યુટર સીસીટીવી કેમેરા ડીવીઆર અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા એક સાથે સાત જેટલી દુકાનોના તાળાં તૂટતાં વેપારીઓ દોડી આવ્યા હતા સતત વાહનોના અને પોલીસની અવર-જવરથી ધમધમતા રોડ પાસે આવેલ કોમ્પલેક્ષમાં તસ્કરો ત્રાટકતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો મોડાસા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો મોડાસા શહેરના માલપુર રોડ પર તાલુકા પંચયાત કચેરી નજીક આવેલ અમૂલ કોમ્પ્લેક્ષમાં રવિવારે રાત્રિના સુમારે તસ્કરો ત્રાટકી ઉમા શરાફી મંડળી, ગ્રાફિક્સ,બ્યુટી પાર્લર,સ્પોર્ટ સેન્ટર, બ્યુટી પાર્લર સહિત સાત જેટલી દુકાનોના તાળા તોડી ઘમરોળી નાખી હતી તસ્કરોએ ઓળખ ન થાય તે માટે ઉમા શરાફી મંડળી અને ગ્રાફિક્સની દુકાનમાં લાગેલ સીસીટીવી કેમરાના ડીવીઆર પણ ઉઠાવી ગયા હતા સાત દુકાનમાં રોકડ રકમ અને અન્ય ચીજવસ્તુ મળી એક લાખથી વધુની ચોરી કરી કોમ્પલેક્ષ આગળ પડેલ બાઇકનું લોક તોડી રફુચક્કર થઈ ગયા હતા વેપારીઓ સોમવારે સવારે દુકાનોમાં પહોચતાં દુકાનોના શટર તૂટેલા જોતા ચોંકી ઊઠ્યા હતા દુકાનોમાં ચોરી થતાં મોડાસા ટાઉન પોલીસને જાણ કરતા તાબડતોડ સ્થળ પર દોડી આવી પ્રાથમિક તપાસ હાથધરી હતી અમૂલ કોમ્પલેક્ષમાં સાત દુકાનોના તાળાં તૂટતાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા શહેરમાં ધંધો-રોજગાર કરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવવા ની માંગ પ્રબળ બની છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!