GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર ખાતે પરપ્રાંતિય ઈસમોને કંપનીમાં કામે સ્થાનિક પોલીસના જાણ નહીં કરતા કંપની માલિક સામે પોલીસની કાર્યવાહી

તારીખ ૧૩/૦૪/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ જાહેરનામું બહાર પાડી પરપ્રાંતિય ઈસમો ને નોકરી રાખનાર માલિકો એ સ્થાનિક પોલીસને સમય મર્યાદામાં જાણ કરવાની હોય છે જે જાહેરનામાના અમલીકરણ કરાવવા માટે પોલીસ સ્ટેશનનો સ્ટાફ પીએસઆઇ સાથે પેટ્રોલિંગમાં હતો ત્યારે એચપી પેટ્રોલ પંપ પાસે આવેલ તુલસી એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં કેટલાક પરપ્રાંતીય ઈસમો કામ કરે છે અને આ ઈસમોની કંપની માલિકો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરતા નથી જે બાબતે જાહેરનામા ભંગ ની કાર્યવાહી કરવાની હોવાથી પંચો રૂબરૂ કંપનીમાં કામ કરતા ત્રણ ઈસમો ને પૂછપરછ કરતા છોટેલાલ પાલ મૂળ રહેવાસી ગામ વિરોધી તા.ભરથેના જી ઈટાવા યુ.પી બીજો ઈસમ અર્જુનભાઈ પાલ મૂળ રહેવાસી અહેરીપુર તા ભરથેના જિલ્લો ઇટાવા જ્યારે ત્રીજો ઈસમ મનોજભાઈ રાણા મુળ રે.નવાપાડા તાલુકો પેટલાવદ જીલ્લો જાબવા મધ્ય પ્રદેશ નો હોવાનું જણાવેલ તેઓ તુલસી એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં કામ કરતા હોય કંપનીના માલિક ખાલીદભાઈ સબીરભાઈ કાચબા રે.મોમંદી.મોહલ્લા પોલન બજાર મુ.ગોધરા ને આ પરપ્રાંતીય ઈસમો ની સ્થાનિક પોલીસ મથકે નોધ કરાવેલ છે કે કેમ તે પૂછતા કોઈ નોધ કરાવી નથી તેવુ જાણવા મળેલ તેમજ આ કર્મચારીઓના આધાર કાર્ડ કે આઈ ડી પ્રૂફ પણ લીધેલ નહીં હોવાનું જણાવેલ જેથી જાહેરનામાના ભંગ બદલ વેજલપુર પોલીસ મથકે કંપનીના માલિક ખાલીદભાઈ સામે વેજલપુર પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!