BHUJKUTCH

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા લેવાયેલ.ધો.૧૦ ના ડૉ અબ્દુલ કલામ મેગા કોમ્પિટિશનના કચ્છના વિજેતા જાહેર થયા.

ધો-૧૦ ના બોર્ડના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે યોજાયેલ ડૉ અબ્દુલ કલામ મેગા કોમ્પિટિશનમાં ૭૧૧૯૦ જેટલા ગુજરાતના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધું હતું.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરો ચીફ :- બિમલભાઈ માંકડ

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી

ભુજ,તા – ૧૮ માર્ચ : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા તા.૨૫ ફેબ્રુઆરી ના રોજ ધો-૧૦ ના બોર્ડના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે યોજાયેલ ડૉ અબ્દુલ કલામ મેગા કોમ્પિટિશનમાં ૭૧૧૯૦ જેટલા ગુજરાતના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ જ હતો. જેમાં કચ્છ જિલ્લાની ઘણી મોટી સંખ્યામાં હાઇસ્કૂલોના વિધાર્થીઓએ ભાગ લીધેલ હતો. જેમાં ગુજરાત અને કચ્છ જિલ્લામાં નંબર મેળવનાર વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે. જેમાં સમગ્ર ગુજરાતમાં સાતમો અને કચ્છમાં પ્રથમ ક્રમ ચિત્રોડા લાભ ધર્મેશભાઇ, ઓમ વિધામંદિર, ગાંધીધામ એ મેળવેલ હતો. જેમણે કચ્છ જિલ્લાનુ નામ સમગ્ર ગુજરાતમાં રોશન કરેલ છે.

ત્યારબાદના ક્રમમાં દરજી ઉદય ગુણવંતભાઇ, ઉત્તર બુનિયાદી વિધાલય, આડેસર, તા. રાપર, ઘાંચી જુવેરીયા ઝહીદભાઇ, એસ.કે.આર.કે.વી., માંડવી. ઠક્કર નિધી મહેશભાઈ, એમ.પી.પટેલ કન્યા વિદ્યાલય, ગાંધીધામ. રાવલ ધારણા કલ્પેશભાઈ, એન.પી.એન. હાઈસ્કૂલ, અંજાર. હડીયાલ ધ્રુતી નિરજકુમાર, શ્રી સરસ્વતી વિદ્યાલય, આદિપુર. પ્રિયા લક્ષમણભાઈ બડીયા, શ્રી સહયોગ સરસ્વતી વિધા મંદિર, અંજાર તેમજ દવે ગાયત્રી સિદ્ધાર્થભાઇ, એમ.પી.પટેલ કન્યા વિદ્યાલય, ગાંધીધામ વિજેતા થયેલ હતા.આ ઓનલાઈન ક્વિઝ કોમ્પિટિશનમાં નંબર મેળવનાર તેમજ ભાગ લેનાર તમામ વિધાર્થીઓને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ પરીક્ષા સંયોજક અલ્પેશભાઈ જાની રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ટીમ વતીથી ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવે છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!