BANASKANTHAGUJARATPALANPUR

બનાસકાંઠા ના પાલનપુર તાલુકાના કરજોડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી  જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓની ગ્રામજનોને વિસ્તૃત જાણકારી આપવામાં આવી

6 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેશના ગામડાઓમાં ઠેર – ઠેર ભ્રમણ કરી રહી છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં કરજોડા ગામની પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનોએ હર્ષભેર સ્વાગત કર્યું હતું. આ યાત્રામાં ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહીને કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર થયા હતાં. અત્રે સર્વેએ સરકાર દ્વારા અમલી વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ નિહાળીવાની સાથે “વિકસિત ભારત” ના સંકલ્પને સાકાર કરવા અંગે શપથ લીધા હતા.આ કાર્યક્રમમાં પાલનપુર મામલતદારશ્રી શૈલેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી આગામી સમયમાં દેશને સંપૂર્ણ વિકસિત બનાવવાનો ધ્યેય છે. દેશના દરેક નાગરિકને ઉત્તમ સુવિધાયુક્ત દવાખાના, શાળાઓ, રસ્તાઓ તથા અન્ય સુવિધાઓ મળવી જોઈએ, તેવા આશયથી સરકારશ્રી દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે ગ્રામજનોને અપીલ કરતાં કહ્યું હતું કે ભણેલા અને સક્ષમ વ્યક્તિઓ અન્ય લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ અપાવવામાં મદદ કરે.     સરકારશ્રીની વિવિધ યોજનાઓની જાણકારી આપતા તાલુકા વિકાસ અધિકારીશ્રી આર. એન. પટેલે જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ એ ફક્ત રથ નથી પરંતુ છેવાડાના ગરીબ પ્રજાજનોની ચિંતા કરતો જીવતો જાગતો રથ છે. આ રથનો મુખ્ય ઉદ્દેશ્ય આપણા દેશના તમામ તાલુકાઓ અને ગામના લોકોને વિવિધ યોજનાઓના મહત્તમ લાભો પહોંચાડવાનો છે. તેમણે ગ્રામજનોને પ્રધાનમંત્રી આવાસ યોજના, નરેગા યોજના, વ્હાલી દિકરી યોજના, પાલક માતા-પિતા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા યોજના સહિત વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃતમાં માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસરશ્રી દિપકભાઈ અનાવડિયાએ આરોગ્ય ઉપર ભાર મુકતા જણાવ્યું હતું કે સારા આરોગ્ય વિના બધુ જ અધૂરૂ છે. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ, આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પોષણયુક્ત આહાર નિદર્શનના સ્ટોલ્સ, પીએમ કિસાન સ્વનિધી, આયુષ્માન કાર્ડ વગેરે યોજનાના સ્ટોલ્સ ઉપર ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં વિસ્તરણ અધિકારીશ્રી, તલાટી કમ મંત્રીશ્રી, શાળા આચાર્યશ્રી, સંગઠનનાં મહામંત્રીશ્રી ભીખુસિંહ ડાભી, કરજોડા ગામના સરપંચશ્રી, ડે. સરપંચશ્રી, સંગઠનના આગેવાનશ્રીઓ હાર્દિકભાઈ ચૌધરી અને હિરજીભાઈ ચૌધરી સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ- કર્મચારીશ્રીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!