
ઝઘડિયા તાલુકા સહિત જિલ્લા ભરના બિસ્માર રસ્તા બાબતે ઝઘડિયા ખાતે રસ્તા રોકો આંદોલન કરતા દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને અટકાવાયા





ધારાસભ્ય ચૈતર વસાવા એ જવાબદાર અધિકારીઓ ઈજારાદારો સામે કાયદેસરના પગલાં ભરવાની માંગ કરી
જો સાત દિવસમાં જિલ્લાના રસ્તાઓ સમારકામ નહીં થાય તો નેશનલ હાઈવે નંબર ૮ પર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
ડેડીયાપાડા ના આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ આજરોજ ઝઘડિયા તાલુકાના નાનાસાજાં ફાટક પાસે રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી અને તેમના સમર્થક સાથે નાનાસાંજા ફાટક પાસે રસ્તા રોકો આંદોલન કરવા આવી પહોંચ્યા હતા, ત્યારે તેમને તેમ કરતા જવાબદાર પોલીસ અધિકારીઓએ અટકાવ્યા હતા. આ બાબતે ચૈતર વસાવા એ ઉપસ્થિત અધિકારીઓને માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હાઇવે અને નેશનલ હાઈવેના અધિકારીઓ સાથે તેમની મીટીંગ કરાવવા માટેની માંગણી કરતા પોલીસ વિભાગ દ્વારા તેમના વચ્ચે જિલ્લા પોલીસ વડાની મધ્યસ્થીથી મીટીંગ કરવા બાબતે પ્રયાસો હાથ ધર્યા હતા, ચૈતર વસાવાએ આ બાબતે જણાવ્યું હતું કે નાગરિકો જીએસટી ઇન્કમટેક્સ ટોલટેક્સ આરટીઓ ટેક્સ વિગેરેના ટેક્સો ભરવા પછી પણ તેમણે યોગ્ય સુવિધાઓ સરકાર દ્વારા આપવામાં આવતી નથી ભરૂચના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે ખરાબ રસ્તાઓના કારણે 60% જેટલો કમળના દર્દીઓનો વધારો થયો હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું, વધુમાં તેમણે જણાવ્યું હતું કે ખરાબ રસ્તાના કારણે જે અકસ્માતો થયા છે અને જેમના મરણ થયા છે તેઓને યોગ્ય વળતર મળે વારંવાર તૂટી જતા આ માર્ગો બનાવનાર ઈજરાદારો અને તેના પર દેખરેખ રાખનારા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી આ ઉપરાંત ચૈતર વસાવાએ દિન સાત માં રસ્તા નું સમારકામ નહીં કરાય તો નેશનલ હાઇવે પર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.



