AHAVADANGGUJARAT

Dang : ડાંગ જિલ્લાનાં વાસુર્ણા ગ્રામ સમિતિનાં પ્રમુખ,મંત્રી અને ખજાનચી દ્વારા હિસાબોમાં ગોબચારી કરી હોવાના આક્ષેપ..!

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર ગ્રામ સમિતિ વાસુર્ણાના સભ્યોની મંજૂરી વગર ગ્રામ સમિતિના પ્રમુખ,મંત્રી અને ખજાનચી પોતાના મનસ્વી રીતે હિસાબ તૈયાર કરીને  ગેરરીતિ આચરી રહ્યા છે તેવા આક્ષેપો સાથે કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.આહવા તાલુકાના વાસુર્ણા ગામની ગ્રામ સમિતિના કુલ પંદર (૧૫) સભ્યો  છે. પરંતુ છેલ્લા ૨૦૧૯ ના વર્ષથી સભ્યોની સહમતી કે મંજુરી  વગર જ ગ્રામ સમિતિના પ્રમુખ, મંત્રી અને ખજાનચી પોતાના મનસ્વી રીતે હિસાબો તૈયાર કરી રહ્યા છે. અને અહેવાલો લખે છે.  સમિતિના નિયમ મુજબ દરેક સભ્યોની મંજૂરી લેવી ફરજીયાત હોવા છતાં પણ છેલ્લા ૪ વર્ષથી સભ્યોની કોઇ પણ પ્રકારની  સમંતિ લેવામાં નથી આવતી.તેમજ આવક ખર્ચના હિસાબો પણ સભ્યોને બતાવવામાં આવતા નથી.ગ્રામ સમિતિના પ્રમુખ,મંત્રી તથા ખજાનચી સમિતિના નિયમો વિરૂધ્ધ કાર્ય કરી રહ્યા છે. સભ્યોએ અવાર-નવાર પ્રમુખ,મંત્રીને કમીટીની મિટીંગ બોલાવવા અને સભ્યોના પ્રશ્નો સાંભળવા રજૂઆત કરી છે.પરંતુ પ્રમુખ અને મંત્રી દ્વારા દાદાગીરી કરવામાં આવે છે.અને સભ્યોને કહે છે કે,  “અમારી ગાંધીનગર સુધી ઓળખાણ છે તમે અમારૂ કાંઇ બગાડી લેવાના નથી. અને તમને અમારે હિસાબ શેનો આપવાનો હોય તમે તમારાથી થાય તે કરી લેજો.”ત્યારે ગ્રામ સમિતિના સભ્યોને જ હિસાબો ન બતાવીને હિસાબોમાં શું કાળુ – ધોળું કરવામાં આવે છે તે પણ એક તપાસ વિષય બની ગયો છે.સમિતિના નિયમ મુજબ સમયસર  એજન્ડા બહાર પાડી તે મુજબ સમિતિમાં ચર્ચા કરવાની હોય છે અને મીટીંગમાં હાજર સભ્યોની સહી લેવાની હોય છે.પરંતુ અહીં  તે મુજબ કોઈ.પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી.તેમજ આ પ્રકારે આજ દિન સુધી કોઈ મિટિંગની આયોજન પણ કરવામાં આવેલ નથી.ગ્રામ સમિતિના  સભ્યોએ  સમિતિના બેંક ખાતામાં સભ્યો હોવાના નાતે ગ્રામ સમિતિના વ્યવહારના સ્ટેટમેન્ટની માંગણી કરી હતી.પરંતુ બેંકના કર્મચારીઓ  દ્વારા સભ્યોને જણાવવામાં આવે છે કે, અમોને તમારા પ્રમુખ મંત્રીએ સ્ટેટમેન્ટ આપવા ના પાડેલી છે.બેંક તરફથી પણ સાચી માહિતી આપવામાં આવતી નથી ગ્રામ સમિતિના રોજમેળ, ઠરાવ બુક પણ નિભાવવામાં આવતા નથી.ત્યારે પ્રશ્ન એ થાય છે કે,ગ્રામ સમિતિ વાસુર્ણાના સભ્યોની મંજૂરી વગર ગ્રામ સમિતિના પ્રમુખ,મંત્રી અને ખજાનચી હિસાબો તૈયાર કરી રહ્યા છે તેમ છતાં આજદિન સુધી તેમના પર કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી ? તેમજ ગ્રામ સમિતિના સભ્યો પાસેથી જ હિસાબો છુપાવીને શું કાળુ ધોળું કરવામાં આવી રહ્યું છે ? હિસાબોમાં ગેરરીતિ કરવામાં આવી રહી છે ત્યારે સમિતિના પ્રમુખ,મંત્રી અને ખજાનચી દ્વારા કેટલા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હશે ? આ બાબતે ૧પ દિવસમાં ગ્રામ સમિતિના તમામ સભ્યોને બોલાવી છેલ્લા ચાર(૪) વર્ષના હિસાબ,રોજમેળ, ઠરાવ બુક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા આહવા શાખાના સ્ટેટમેન્ટ મંગાવી ચકાસણી કરવામાં આવે અને જો  તપાસમાં ગેરરીતિ આચરતા હોવાનું સામે આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી  માંગ સાથે સભ્યોએ કલેકટરને રજૂઆત કરી છે.તેમજ જો ૧૫ દિવસમાં સંતોષ કારક જવાબ નહી મળે તો ગાંધી ચીધ્યા માર્ગે ગ્રામ સમિતિના સભ્યો ઉપવાસ કરશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!