MORBIMORBI CITY / TALUKO

મોરબી-રાજકોટ રોડ પર થયેલા ખાડાના કારણે એજન્સીને કામ કમ્પલીટ થયાનું સર્ટિફિકેટ ન આપવા જણાવતાં: સાંસદ મોહનભાઇ કુંડારીયા 

સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા દિશાની બેઠક યોજાઈ

 

મોરબી-રાજકોટ રોડ પર થયેલા ખાડાના કારણે એજન્સીને કામ કમ્પલીટ થયાનું સર્ટિફિકેટ ન આપવા :સાંસદ મોહનભાઇ કુંડારીયા

 

દિશા બેઠક અન્વયે જિલ્લાના વિવિધ વિભાગોની યોજનાઓ હેઠળ થયેલી કામગીરી અને પ્રગતિની સમીક્ષા કરવામાં આવી

સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લાની ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ એન્ડ મોનિટરીંગ કમિટી (દિશા)ની બેઠક યોજાઈ હતી.

જિલ્લાની વિવિધ યોજનાઓ હેઠળ થયેલી કામગીરીની સમીક્ષા બાબતે સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાના અધ્યક્ષસ્થાને દિશાની બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.

આ બેઠકમાં સાંસદશ્રીએ વિવિધ યોજનાઓ હેઠળ થયેલી કામગીરીની સમીક્ષા કરી પીવાના પાણીના કામોને મહત્વ આપવા જણાવ્યું હતું. નગરપાલિકા હેઠળ આવાસ યોજનાના આવાસોની ફાળવણી વહેલી તકે કરવા જણાવી સાંસદશ્રીએ મોરબી રાજકોટ રોડ પર થયેલા ખાડા અંગે સઘન ચર્ચા કરી એજન્સીને કામ કમ્પલીટ થયાનું સર્ટિફિકેટ ન આપવા સુચના આપી હતી.

સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ કયા વિભાગ દ્વારા શું કામગીરી કરવામાં આવી છે તેની માહિતી મેળવી તમામ વિભાગોને સાથે મળીને કામગીરી કરવા જણાવ્યું હતું. ઉપરાંત યાત્રાધામ માટેલમાં ટ્રાફિક સમસ્યા નિવારવા દબાણ હટાવી માટેલને વધુ રળિયામણું બનાવી શકાય તે પ્રકારનું આયોજન કરવા જણાવ્યું હતું. વન વિભાગ હેઠળ વરસાદી વાતાવરણ હોવાથી જિલ્લાની વિવિધ સંસ્થાઓ સાથે સંકલન કરી રોપા વિતરણનું આયોજન કરવા માટે પણ તેમણે જણાવ્યું હતું.

દિશાની આ બેઠક અન્વયે મનરેગા, પંચાયતો, નેશનલ રૂરલ લાઈવલી હુડ મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, આયુષ્યમાન કાર્ડ, ઉજ્વલા યોજના વગેરે યોજનાઓ સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નગરપાલિકાઓ, જિલ્લા પુરવઠા કચેરી, આરોગ્ય, આયોજન, ખેતીવાડી વગેરે વિભાગોની યોજનાઓ હેઠળ થયેલી કામગીરી અને પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં સાંસદશ્રી સાથે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરા, જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજા, નિવાસી અધિક કલેકટરશ્રી એન.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, હળવદ પ્રાંત અધિકારીશ્રી હર્ષદીપ આચાર્ય, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી એ.એચ. સિરેશિયા, જિલ્લા આયોજન અધિકારીશ્રી જીગ્નેશભાઈ બગિયા, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડો.કવિતાબેન દવે, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વિક્રમસિંહ ચૌહાણ સહિત જિલ્લાના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!