JETPURRAJKOT

જેતપુરમાં બે યુવાનોએ એવું કામ કર્યુ કે લોકો દંગ રહી ગયા

તા.૧૯ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જેતપુરમાં જિમ ટ્રેનરે 2 લાખથી વધુ નાણાં વ્યાજે લીધા, વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી ટોર્ચર કર્યો, અંતે કંટાળી ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી

અન્ય એક યુવાને સબંધી પાસેથી લીધેલા ઉછીના રૂપિયા પરત ન આપી શકતા માઠું લાગી આવતા આપઘાત કર્યો

રાજકોટ જિલ્લાના જેતપુરમાં બે યુવાનોએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. જેતપુરમાં ગઈકાલે જિમ ટ્રેનરે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો છે જ્યારે અન્ય એક યુવાને સબંધી પાસેથી લીધેલા ઉછીના રૂપિયા પરત ન આપી શકતા માઠું લાગી આવતા આપઘાત કર્યો હોવાની સ્યુસાઇડ નોટ પોલીસને મળી આવી છે. પોલીસે બન્ને યુવાનોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી કાર્યવાહી હાથ ધરી છે. જિમ ટ્રેનર રોનક લાઠીગરાએ અલગ અલગ વ્યાજખોરો પાસેથી બેથી 3 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. બાદમાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી ટોર્ચર કરતા હતા. આથી રોનકે અંતે કંટાળીને ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી હતી.

પ્રથમ બનવામાં જેતપુર શહેરમાં જૂના પાંચપીપળા રોડ પર આવેલ ગોર્વર્ધન સોસાયટીમાં રહેતા હર્ષ રમેશભાઇ મેર (ઉં.વ.23) નામના યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતા જેતપુર પોલીસે મૃતદેહને જેતપુર સિવિલ હોસ્પિટલ ખાતે પોસમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસને મૃતક યુવાન પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં પોતે સબંધીઓ પાસેથી ઉછીના લીધેલા 35,000 રૂપિયા પરત ન આપી શકતા માઠું લાગી આવતા આપઘાત કર્યો હોવાનું લખ્યું છે. જોકે, સ્યુસાઇડ નોટમાં કોઈના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. હાલ પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બીજા બનાવમાં જેતપુરના મોટા ચોક વિસ્તારમાં આવેલ કામદાર શેરીમાં રહેતા 22 વર્ષીય જિમ ટ્રેનર રોનક મનિષભાઈ લાઠીગરાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં માતમ છવાયો છે. મૃતક યુવકના પિતાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પુત્ર રોનકે અલગ અલગ લોકો પાસેથી બેથી ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ મામલે વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હતા. જેના ત્રાસથી કંટાળી મારા પુત્રએ આપઘાત કર્યો છે. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડી પિતાએ કરેલા આક્ષેપ અંગે નિવેદન નોંધી .હાલ પોલીસ યુવકના ફોનનાં ડેટા મેળવી આગળની તપાસ હાથ ધરી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!